Entertainment

'મારી સામે અવાજ ઊંચો ના કરતી...' અભિનેત્રી પર ભડક્યો સલમાન ખાન, આપી દીધી વૉર્નિંગ!

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
'બિગ બોસ 20'ના 'વીકેન્ડ કા વાર' એપિસોડમાં સલમાન ખાને કનિકા માનને ઉધડો લીધો. સ્કાઉટ ઓપીની અયોગ્ય ટિપ્પણી પર કનિકા હસતી રહી હતી. કાજી તૌકીરે આ વાત ઉઠાવતા, કનિકાએ સલમાન સામે જ કાજી પર બૂમો પાડી. સલમાને કનિકાને ચેતવણી આપતા કહ્યું, "મારી સામે અવાજ ઊંચો ના કરતી." સલમાને કનિકાને "મૂર્ખ" અને "ટ્યૂબલાઇટ" કહી, તેના વર્તન બદલ ઠપકો આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'મારી સામે અવાજ ઊંચો ના કરતી...' અભિનેત્રી પર ભડક્યો સલમાન ખાન, આપી દીધી વૉર્નિંગ!

Salman Khan Warns Kanika Mann: 'બિગ બોસ 20'માં આ અઠવાડિયે 'વીકેન્ડ કા વાર' એપિસોડ ખૂબ જ શાનદાર રહ્યો. સલમાને સ્કાઉટ ઓપી અને લવ ગિલને તેમના ભાઈ-બહેનના સંબંધમાં ચાલી રહેલા રોમાન્સને લઈને જબરદસ્ત ફટકાર લગાવી. યંગને ધક્કો મારવા બદલ પણ સલમાને સ્કાઉટને ખરી-ખોટી સંભળાવી. એટલું જ નહીં, આ વખતે સલમાનના ગુસ્સાથી કનિકા માન પણ બચી ન શકી. કનિકાના વર્તનથી ગુસ્સે ભરાયેલા દબંગ ખાને તેને વૉર્નિંગ આપી દીધી.

કનિકા પર કેમ ભડક્યો સલમાન?

વાસ્તવમાં સ્કાઉટ ઓપીએ જ્યારે લવ ગિલ પર નાડાને લઈને કોમેન્ટ કરી હતી, ત્યારે કનિકા માન તેની સાથે જ ઉપસ્થિત હતી, પરંતુ કનિકાએ સ્કાઉટની આ વાતને કોલ આઉટ ન કરી અને તે આ વાત સાંભળીને હસી રહી હતી. 'વીકેન્ડ કા વાર'માં જ્યારે કાજી તૌકીરે કનિકાને લઈને આ વાત કહી, ત્યારે કનિકા પોતાને ડિફેન્ડ કરવા માટે સલમાન ખાનની સામે જ કાજી પર બૂમો પાડવા લાગી.

કાજી અને કનિકાની આ બોલાચાલીમાં સલમાને કાજીને સપોર્ટ કર્યો અને કહ્યું કે, કાજી બિલકુલ સાચા છે, પરંતુ સલમાનના બોલવા છતાં પણ કનિકા ગુસ્સામાં બૂમો પાડતી રહી. કનિકાના બૂમો પાડવા પર સલમાન ખાન ભડકી ગયો અને તેણે કનિકાને વૉર્નિંગ આપતા તેની ક્લાસ લગાવી દીધી

કનિકાને શું બોલ્યો સલમાન ખાન?

સલમાને ગુસ્સામાં કનિકાને કહ્યું કે, 'કનિકા, મારી સામે અવાજ ઊંચો ના કરતી.' આ પછી કનિકાએ સલમાનની માફી માગી, પરંતુ કનિકાનું ટોન સલમાનને ગમ્યું નહીં. દબંગ ખાને કનિકાને કહ્યું કે, 'મને તારા માટે દુઃખ થાય છે. તારો કટાક્ષ તારી પાસે જ રાખ.'

સ્કાઉટની નાડાવાળી કોમેન્ટ પર હસવા બદલ પણ સલમાને કનિકાને ખખડાવી. સલમાને ગુસ્સામાં કનિકાને કહ્યું કે, 'જ્યારે નાડાવાળી વાત થઈ હતી, ત્યારે તું ત્યાં હાજર હતી અને ત્યાં હસી રહી હતી.' કનિકાએ સલમાનને જવાબ આપ્યો કે, 'બધા હસી રહ્યા હતા.' આના પર સલમાન વધુ ગુસ્સે ભરાયા અને બૂમો પાડીને બોલ્યો કે, 'ખુદને ખૂબ જ સ્માર્ટ સમજી રહી છો.'

કનિકાએ ફરી પોતાની સફાઈ આપતા કહ્યું - "સર, એકદમથી એહસાસ ન થાય ને કે શું થયું?" આના પર સલમાને કહ્યું - "તો પછી કાજીને આ વાતનો એહસાસ કેવી રીતે થયો?" કનિકા બોલી કે, 'ત્યાર સુધી લવ ખુદ પણ હસી રહી હતી.' આના પર સલમાને ગુસ્સામાં કનિકાને કહ્યું કે, 'શું તું મૂર્ખ છે, ટ્યૂબલાઇટ છે… આ બધું બકવાસ છે.'

સલમાનના આટલા ગુસ્સે થવા છતાં પણ કનિકા ચૂપ ન થઈ અને તે સતત સલમાનને જવાબ આપતી રહી. કનિકાએ સલમાનને કહ્યું કે, 'હું પણ તો મારું કામ કરી રહી છું.' કનિકાના આ વર્તન પર સલમાનનો ગુસ્સો ફરી ફૂટ્યો અને તેણે વૉર્નિંગ આપતા કહ્યું કે, 'મારી સામે અવાજ ઊંચો ના કરતી.' સલમાનનો આ ગુસ્સો જોઈને દરેક જણ ચોંકી ગયા હતા.