Entertainment

'ફૂનસુખ વાંગડુને મરવા ના દેતા!', કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો 'ચતુર' મેદાનમાં

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
'3 ઇડિયટ્સ'ના 'ચતુર' એટલે કે ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને સમર્થન આપ્યું છે. લદાખને બંધારણની 6ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને પર્યાવરણના રક્ષણ માટે વાંગચુક ભૂખ હડતાળ પર છે. ઓમી વૈદ્યએ ભાવુક અપીલ કરતા કહ્યું કે, "આપણે વાસ્તવિક જીવનના ફૂનસુખ વાંગડુને મરવા ન દઈએ." સોનમ વાંગચુકનું પાત્ર આમિર ખાનના 'ફૂનસુખ વાંગડુ' માટે પ્રેરણા હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'ફૂનસુખ વાંગડુને મરવા ના દેતા!', કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો 'ચતુર' મેદાનમાં

Chatoor Speaks up for the Real Phunsukh Wangdu: બોલિવૂડની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઈડિયટ્સ'માં 'ચતુર રામલિંગમ'નું આઇકોનિક પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા, સાયન્ટિસ્ટ અને પર્યાવરણવિદ સોનમ વાંગચુકના સમર્થનમાં એક મોટું નિવેદન આપ્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને ત્યાંના પર્યાવરણના રક્ષણ માટે હાલમાં અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્ય સોશિયલ મીડિયા પર તેમના સપોર્ટમાં આગળ આવ્યો છે.

રિયલ લાઈફ 'ફૂનસુખ વાંગડુ' માટે ઓમીની ભાવુક અપીલ

ફિલ્મ '3 ઈડિયટ્સ'માં આમિર ખાને ભજવેલું 'ફૂનસુખ વાંગડુ'નું પાત્ર વાસ્તવિક જીવનમાં સોનમ વાંગચુક અને તેમની અદ્ભુત વૈજ્ઞાનિક શોધખોળોથી પ્રેરિત હતું. ઓમી વૈદ્યએ સોનમ વાંગચુકને સમર્થન આપતા ભાવુક અંદાજમાં જણાવ્યું કે,

"આપણે વાસ્તવિક જીવનના ફૂનસુખ વાંગડુને આ રીતે મરવા ન દઈ શકીએ. સોનમ વાંગચુક લદાખના ભવિષ્ય અને ગ્લેશિયર્સને બચાવવા માટે લડી રહ્યા છે, જે આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલું છે. તેમની માગણીઓ પ્રત્યે દેશે જાગૃત થવાની જરૂર છે."

લદાખના પર્યાવરણ અને અધિકારો માટે સોનમ વાંગચુકની લડત

સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના નાજુક પર્યાવરણીય તંત્રને ઉદ્યોગોના અંધાધૂંધ વિકાસથી બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને સ્થાનિક જમીન તેમજ સંસ્કૃતિના રક્ષણ માટે છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની તેમની મુખ્ય માંગ છે. સરકાર સામે પોતાની વાત પહોંચાડવા માટે તેમણે આ આકરી ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો છે, જેના કારણે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રની હસ્તીઓ તેમનો અવાજ બુલંદ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર ઓમી વૈદ્યના નિવેદનની જોરદાર ચર્ચા

ફિલ્મમાં 'ચતુર' અને 'ફૂનસુખ વાંગડુ' વચ્ચે ભલે કડવી સ્પર્ધા બતાવવામાં આવી હોય, પરંતુ રિયલ લાઈફમાં સોનમ વાંગચુક માટે ઓમી વૈદ્યએ જે રીતે સ્ટેન્ડ લીધું છે, તેના ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ કરી રહ્યા છે. નેટીઝન્સનું કહેવું છે કે જ્યારે બોલિવૂડના મોટા કલાકારો આવા ગંભીર મુદ્દાઓ પર મૌન સેવી લે છે, ત્યારે ઓમી વૈદ્ય જેવા કલાકારે આગળ આવીને પર્યાવરણની આ લડતને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.