Entertainment

દિશા સાલિયાન કેસ: CBIની FIRમાં આદિત્ય ઠાકરેનું નામ, ગેંગરેપની કલમ હેઠળ તપાસ શરૂ

By GS Team
14 Sep 20263 mins read
TukuTouch Logo
દિશા સાલિયાનના શંકાસ્પદ મોત કેસમાં CBIએ FIR નોંધી, મહારાષ્ટ્રના રાજકારણ અને બોલિવૂડમાં ખળભળાટ મચ્યો છે. ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અનિલ દેશમુખ સહિત ઘણા રાજકીય નેતાઓ, પોલીસ અધિકારીઓ અને રિયા ચક્રવર્તી, સૂરજ પંચોલી જેવા બોલિવૂડ કલાકારોની ભૂમિકાની તપાસ થશે. ગેંગરેપ, હત્યા, સત્તાના દુરુપયોગ અને પુરાવા નષ્ટ કરવાના ગંભીર આરોપો છે. આ કેસ સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે પણ જોડાયેલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિશા સાલિયાન કેસ: CBIની FIRમાં આદિત્ય ઠાકરેનું નામ, ગેંગરેપની કલમ હેઠળ તપાસ શરૂ

Disha Salian Case: CBI Registers FIR Mentioning Uddhav Thackeray and Aaditya Thackeray | દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મોતની તપાસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI) એ ઔપચારિક રીતે FIR નોંધી લેતાં મહારાષ્ટ્રના રાજકારણ અને બોલિવૂડ જગતમાં જોરદાર ખળભળાટ મચી ગયો છે. સીબીઆઇની આ નવી FIRમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત અનેક મોટા રાજકીય નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોલિવૂડ હસ્તીઓની ભૂમિકાની તપાસ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલામાં ગેંગરેપ અને હત્યાથી લઈને સત્તાના દુરુપયોગ અને પુરાવાઓ સાથે ચેડાં કરવા સુધીના અત્યંત ગંભીર આરોપો સામેલ છે.

સરકાર અને સરકારી મશીનરીના દુરુપયોગનો ગંભીર આરોપ

CBI દ્વારા નોંધવામાં આવેલી FIRની વિગતો મુજબ, આ સમગ્ર મામલાને દબાવવા માટે મોટા પાયે સત્તાનો દુરુપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે:

  • FIRમાં સીધો આરોપ મૂકવામાં આવ્યો છે કે આદિત્ય ઠાકરેના પિતા અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ અન્ય વગદાર લોકોએ કથિત કાવતરું ઘડવામાં અને ત્યારબાદ ઘટના પર પડદો પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
  • સંબંધિત સરકારી કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓએ કેસ સંબંધિત સત્તાવાર કાગળો, ફાઇલો અને અન્ય સરકારી રૅકોર્ડ્સ નષ્ટ કર્યા કે દબાવી દીધા તે અંગે પણ તપાસ થશે.
  • આ ઉપરાંત, આરોપીઓને બચાવવા માટે સરકારી નાણાં, સરકારી કર્મચારીઓ અને સમગ્ર પોલીસ તંત્રનો ગેરકાયદેસર ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે બાબત પણ સીબીઆઇ તપાસના દાયરામાં છે.

FIRમાં તપાસ હેઠળ આવેલા મુખ્ય નામોની યાદી

સીબીઆઇની એફઆઇઆરમાં સ્પષ્ટ જણાવાયું છે કે મુખ્ય ગુનો, ગુનાહિત કાવતરું, આત્મહત્યાની ઉપજાવી કાઢેલી ખોટી વાર્તા ફેલાવવી અને પુરાવા નષ્ટ કરવા બાબતે નીચે મુજબના તમામ લોકોની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. જોકે, આ તબક્કે આમાંથી કોઈને સીધા સત્તાવાર રીતે આરોપી ઘોષિત કરવામાં આવ્યા નથી, પરંતુ તપાસ હેઠળ સામેલ કરાયા છે:

કેટેગરી
FIR માં ઉલ્લેખિત વ્યક્તિઓ
રાજકીય દિગ્ગજો
ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અનિલ દેશમુખ
પોલીસ અધિકારીઓ
પરમબીર સિંહ, સચિન વાઝે, DCP વિશાલ ઠાકુર
પોલીસ ઇન્સ્પેક્ટર્સ
API અશોક દેવાડે, PI જગદેવ કલાપડ, PI શૈલેન્દ્ર નગરકર, PI ચિમાજી આધવ, PI અર્જુન રાજાને
બોલિવૂડ હસ્તીઓ
રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ડિનો મોરિયા, સૂરજ પંચોલી
અન્ય સંકળાયેલા લોકો
રોહન રોય, આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ
મેડિકલ & FSL સ્ટાફ
ડૉ. સંજય જાધવ, N.P. ભાલે
બિલ્ડિંગ સિક્યોરિટી
સુશીલ કુમાર યાદવ, શિવમુરાદ ગૌતમ ઉર્ફે મુન્ના
અન્ય નામો
પ્રીતિ રાણે, પ્રવીણ રાણે, અંકિતા સાતુર, ઇન્દ્રનીલ વૈદ્ય, દીપ અજમેરા, હિમાંશુ શિખારે, રેશા પાડવાલ, સતવંત સિંહ, નાવેદ મુજાવર, પ્રિયેશ રાણે

SIT અને તપાસ અધિકારીઓની બેદરકારીની પણ ચકાસણી

FIRમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે તે સમયે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ના વરિષ્ઠ સભ્યો તેમજ તે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ સઘન તપાસ થવી જોઈએ, જેમના સીધા સુપરવિઝન હેઠળ આ તપાસ ચલાવવામાં આવી હતી. શું જાણીજોઈને ખોટી દિશામાં પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી? તે ઉપરાંત એવા તમામ અજ્ઞાત લોકો સામે પણ કાર્યવાહી થશે જેઓ આ કથિત અપરાધ આચરવામાં અથવા તેને દબાવવાના પ્રયાસોમાં સામેલ રહ્યા હોય.

પહેલા દિશા અને પછી સુશાંત સિંહ રાજપૂતનું થયું હતું મોત

દિશા સાલિયાનનું મોત જૂન 2020માં મુંબઈમાં થયું હતું અને તેના થોડા જ દિવસોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મોતની ઘટના પણ બની હતી. આ બંને કેસો એકબીજા સાથે જોડાયેલા હોવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. હવે સીબીઆઇ દ્વારા આટલા મોટા સ્તરે તમામ પક્ષકારોના નામ સાથે એફઆઇઆર નોંધાતાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવો સંગ્રામ શરૂ થયો છે.

સત્તા, બોલિવૂડ અને પોલીસ પ્રશાસનના કથિત સાંઠગાંઠના આ ગંભીર આરોપો વચ્ચે, શું સીબીઆઇ આ હાઇપ્રોફાઇલ કેસના સત્ય સુધી પહોંચીને ન્યાય અપાવી શકશે?