Entertainment

મૌની રોયે છૂટાછેડા જાહેર કર્યા તેમાં દિશા પટાણી ટ્રોલ થઈ

By GS Team
15 May 20261 min read
મૌની રોયે છૂટાછેડા જાહેર કર્યા તેમાં દિશા પટાણી ટ્રોલ થઈ

- દિશાએ મૌનીનું ઘર ભાંગ્યાનો આરોપ

- દિશા માટે બેફામ કોમેન્ટસ થતાં છેવટે મૌનીએ કંટાળીને કોમેન્ટ સેક્શન બંધ કરવું પડયું

મુંબઈ: એકટ્રેસ મૌની રોયે આખરે પતિ સૂરજ નામ્બિયાર સાથે  છૂટાછેડાની જાહેરાત કરી હતી. જોકે, મૌનીની આ જાહેરાત સાથે જ ચાહકોએ તેની ખાસ સખી દિશા પટાણીને ટ્રોલ કરવાનું શરુ કરી દેતાં મૌનીએ તેની આ છૂટાછેડાની જાહેરાત કરતી  પોસ્ટનું કોમેન્ટ સેક્શન ઓફ કરી દેવાની ફરજ પડી હતી. 

 થોડા દિવસો પહેલાં જ મૌની તથા સૂરજે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધાં  હતાં તથા તેમની બધી તસવીરો ડિલીટ કરી દીધી હતી. તેના કારણે તેમની છૂટાછેડાની અટકળો  વ્યાપક બની હતી. આખરે, ગુરુવારે  રાતે મૌની તથા સૂરજે સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડા જાહેર કરતી પોસ્ટ મૂકી હતી. તે સાથે જ ચાહકો દિશા પટાણી પર તૂટી પડયા હતા. 

ચાહકોએ આરોપ મૂક્યો હતો કે દિશાએ જ મૌની રોયનું ઘર ભાંગ્યું છે.  

ઉલ્લેખનીય છે કે દિશા તથા મૌની બંને બેસ્ટી એટલે કે અતરંગ સખીઓ મનાય છે. બંને અનેક ઈવેન્ટસમાં  તથા પિકનિક પર પણ સાથે  સાથે જ જોવા મળે છે. 

દિશા પણ પોતે ટાઈગર  શ્રોફ સાથે  લાંબા સમય સુધી સંબંધો બાદ બ્રેકઅપ કરી ચૂકી છે. લોકો હવે દિશા તથા મૌની બંને સિંગલ હોવા બાબતે પણ જાતભાતની કોમેન્ટસ કરી રહ્યાં છે.