Entertainment

દીલજીત દોસાંઝે ફરી ઈમ્તિયાઝ અલી સાથે ફિલ્મ શરૂ કરી

By GS TEAM
13 Dec 20251 min read
દીલજીત દોસાંઝે ફરી ઈમ્તિયાઝ અલી સાથે ફિલ્મ શરૂ કરી

- ફિલ્મના સેટ પરથી તસવીરો શેર કરી

- આ ડાયરેક્ટર એક્ટર જોડીની ફિલ્મ અમરસિંઘ ચમકીલા બહુ વખણાઈ હતી

મુંબઈ : દિલજીત દોસાંઝ ફરી ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીની એક ફિલ્મ  કરી  રહ્યો છે. ખુદ દિલજીતે આ વાત કન્ફર્મ કરી હતી. 

દિલજીતે પંજાબમાં ચાલી રહેલાં શૂટિંગની તસવીરો શેર કરીને આ જાહેરાત કરી હતી. જોકે, આ ફિલ્મના અન્ય કલાકારો કે વાર્તા વિશે તેણે વધારે વિગતો આપી ન  હતી. તેણે સેટ પરની પોતાની દિનચર્યા વિશે એક વ્લોગ જ રજૂ કર્યો હતો.  તેના તથા ઈમ્તીયાઝના બંનેના ચાહકોએ આ જાહેરાતને વધાવી લીધી હતી. 

ઉલ્લેખનીય છે કે દિલજીત અંગાઉ ઈમ્તિયાઝ અલીની 'અમરસિંઘ ચમકીલા'માં કામ કરી ચૂક્યો છે. દિલજીત તથા પરિણિતિ ચોપરાની મુખ્ય ભૂમિકા ધરાવતી આ મ્યુઝિકલ ફિલ્મ ભારે  વખણાઈ હતી.