Get The App

જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો દિલજીતનો દાવો

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો દિલજીતનો દાવો 1 - image

સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે પોતે આ દુનિયા છોડી ચૂક્યો છે અને ગત ડિસેમ્બરમાં પોતે આ શરીર છોડી દેવા પ્રયાસ કર્યો હતો તેવાં વિધાનો  કરતાં તેના ચાહકો ચિંતિત બન્યા છે.  દિલજીતે કેનેડામાં એક કોન્સર્ટ વખતે કહ્યું હતું કે મને મૃત્યુનો કોઈ ભય નથી. ગત ડિસેમ્બરમાં મેં આ શરીર છોડી  દેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, પછી મને લાગ્યું હતું  કે હજુ આ શરીર થકી મારે ઘણું કરવાનું છે. મેં આ દુનિયા છોડી દીધી છે પરંતુ સાચું એ છે કે હું આ સ્ટેજ પર ઉભો છું. 

આ વિધાનો બાદ તેના ચાહકો ચિંતિત બની ગયા હતા. કેટલાકે લખ્યું હતું કે દિલજીત કોઈ સંઘર્ષ અનુભવી રહ્યો હોય તેમ લાગે છે. 

કેટલાકે લખ્યું હતું કે તે ડિપ્રેશનમાં સરી પડયો હોવાની આ નિશાની છે. અમુક ચાહકોએ ભલામણ કરી હતી કે તેણે પોતાનાં માનસિક આરોગ્યની તપાસ કરાવવી  જોઈએ.