'ભૂત બંગલા'માં ફસાઈમાં 'ધુરંધર 2'ની કમાણી, જાણો સોમવારે કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhurandhar 2 vs Bhooth Bangla: અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ 14 વર્ષ પછી શાનદાર કમબેક કર્યું છે. તેમની ફિલ્મ 'ભૂત બંગલા' રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે પહેલા સપ્તાહમાં જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'ભૂત બંગલા'એ રિલીઝના ત્રણ દિવસમાં જ 58 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે ફિલ્મે આજે પ્રથમ સોમવારે પણ સારી કમાણી કરી છે અને 'ધુરંધર 2'ને પાછળ છોડી દીધી છે.
સોમવારે 'ભૂત બંગલા'ની કેટલી કમાણી?
સેકનિલ્ક રિપોર્ટ મુજબ અક્ષય કુમાર અને વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ 'ભૂત બંગલા'એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 12.25 કરોડ અને પેઇડ પ્રિવ્યુમાં 3.75 કરોડનો બિઝનેસ કર્યો હતો, જેના પછી તેની પ્રથમ દિવસની કમાણી 16 કરોડ રહી હતી. તો વળી, બીજા દિવસે એટલે કે શનિવારે તેની કમાણીમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ફિલ્મે 19 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ રવિવારે નોટોનો વરસાદ થયો અને ફિલ્મે 23 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે સોમવારની કમાણીના પણ પ્રારંભિક આંકડા સામે આવ્યા છે. ફિલ્મે રાત 10 વાગ્યા સુધીમાં 6.75 કરોડનું કલેક્શન કર્યું છે, જેના પછી તેની કુલ કમાણી 64.75 કરોડ (ઈન્ડિયા નેટ કલેક્શન) પર પહોંચી ગઈ છે.
'ધુરંધર 2'ની કમાણીમાં લાગી બ્રેક
'ભૂત બંગલા'ની રિલીઝ પછી 'ધુરંધર 2'ની કમાણીમાં બ્રેક લાગી ગઈ છે. ફિલ્મની કમાણી સતત ઘટી રહી છે. ફિલ્મ રીલીઝ થયાના 5માં સોમવારે પણ તેની કમાણીમાં ભારે ઘટાડો નોંધાયો છે. ફિલ્મે 1.62 કરોડનો બિઝનેસ કર્યો છે, જે 'ભૂત બંગલા'ની સરખામણીમાં ઘણો ઓછો છે.
'ધુરંધર 2' અને 'ભૂત બંગલા'ની ઓક્યુપન્સી
જો 'ભૂત બંગલા' અને 'ધુરંધર 2'ની ઓક્યુપન્સી વિશે વાત કરવામાં આવે તો, સેકનિલ્કના તારણ મુજબ સોમવારે આદિત્યની ફિલ્મની ઓક્યુપન્સી 13.1 ટકા રહી હતી. બીજી તરફ, 'ભૂત બંગલા'ની ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે 14 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી, જે બાકીના દિવસો કરતા ઘણી ઓછી છે.
આ પણ વાંચો: દારૂના રવાડે ચડી ગઈ હતી, નશામાં ખોટા નિર્ણય લીધા... 'ધુરંધર'ની સિંગરનું દર્દ છલકાયું
'ભૂત બંગલા' અને 'ધુરંધર 2' અંગે
ઉલ્લેખનીય છે કે ભૂત બંગલામાં અક્ષયની સાથે વામિકા ગબ્બી પણ છે, જે અભિનેતા સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરી રહી છે. આ સાથે જ રાજપાલ યાદવ, પરેશ રાવલ અને અસરાની જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. જ્યારે આદિત્ય ધરની 'ધુરંધર 2'ની રિલીઝને 33 દિવસનો સમય થઈ ગયો છે. તેમાં રણવીર સિંહ, સારા અર્જુન અને રાકેશ બેદીની સાથે અર્જુન રામપાલ, સંજય દત્ત, અક્ષય ખન્ના અને આર માધવન જેવા કલાકારો મહત્વના રોલમાં છે.









