Entertainment

ટીવી સિરિયલ નિર્માતા વિકાસ ગુપ્તાના બિલ્ડિગમાં કોરોનાનો દરદી મળ્યો

By GS Team
27 May 20201 min read
This article was originally published on 27 May 2020
ટીવી સિરિયલ નિર્માતા વિકાસ ગુપ્તાના બિલ્ડિગમાં કોરોનાનો દરદી મળ્યો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  26 મે 2020, મંગળવાર

ટચૂકડા પડદાના જાણીતા નિર્માતા વિકાસ ગુપ્તાના બિલ્ડિંગમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા સીલ કરવામાંઆવ્યું છે. વિકાસ ગુપ્તા મલાડમાં રહે છે. 

વિકાસ ગુપ્તાએ આ વાતની માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારા બિલ્ડિંગમા ંએક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિણામે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, તેમજ અહીં રહેનારા તમામ લોકોને ચોક્કસ નિયમોનું પાલન કરવાની સૂચી જણાવામાં આવી છે. અમારા માટે આ મુશ્કેલીની ઘડી છે. લોકોએ સાવચેતીથી રહેવાની જરૂર છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. હોસ્પિટલમાં પણ દરદીઓની સંખ્યા વધુ થઇ ગઇ હોવાથી સુવિધા મળતી નથી. મારે લોકોને એક જ વિનંતી કરવી છે કે, તમે આ બીમારીને તમારી નોકરી, શિક્ષણ, અભ્યાસ, ધંધા કરતા પણ વધુ ગંભીરતાથી લો. પરિવારની સુરક્ષા રાખો એ જ હાલ મહત્વનું છે. 

મુંબઇમાં કોરોનાના દરદીઓ વધતા જાય છે. આ વાયરસ અંકુશમાં આવતો નથી. ફક્ત સ્લમ એરિયા નહીં પરંતુ આલિશાન બહુમાળી મકાનોમાં રહેનારા લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે.