Get The App

બોક્સ ઓફિસ પર 'કોકટેલ 2'નો ધમાકો! પહેલા જ દિવસે શાહરુખ ખાનની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
Cocktail 2 BO Day 1 Worldwide

Cocktail 2 BO Day 1 Worldwide: શાહિદ કપૂર, ક્રિતી સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'કોકટેલ 2' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મના ગીતો અને ટ્રેલરે રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. શુક્રવાર, 19 જૂનના રોજ જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ, ત્યારે તેને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ દર્શકોએ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો છે. હોમી અદજાનિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતીય અને વૈશ્વિક બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે. મેકર્સે ફિલ્મની કમાણીના સત્તાવાર આંકડા પણ જાહેર કરી દીધા છે.

'કોકટેલ 2' નું ભારતમાં કલેક્શન

શનિવારે 'કોકટેલ 2'ના પ્રોડ્યુસર્સ, મેડૉક ફિલ્મ્સ દ્વારા ઓપનિંગ ડેની કમાણીના સત્તાવાર આંકડા શેર કરવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર, શાહિદ કપૂરની આ ફિલ્મે ભારતીય બજારમાં રિલીઝના પહેલા દિવસે 14.1 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે, જ્યારે ફિલ્મનું ગ્રોસ કલેક્શન 16.64 કરોડ રૂપિયા રહ્યું છે.

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી

મેકર્સના જણાવ્યા અનુસાર, 'કોકટેલ 2'ને વિદેશમાં પણ દર્શકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો છે અને ત્યાં ફિલ્મે 7.36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ, 'કોકટેલ 2'એ રિલીઝના પહેલા જ દિવસે દુનિયાભરમાં 20 કરોડનો આંકડો વટાવીને કુલ 24 કરોડ રૂપિયાની શાનદાર ગ્રોસ કમાણી નોંધાવી છે.

બોલિવૂડમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

આ અગાઉ બોલિવૂડની રોમેન્ટિક-કોમેડી જોનરની ફિલ્મ તરીકે રણવીર સિંહની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' એ વર્લ્ડવાઈડ 23.32 કરોડ રૂપિયાની કમાણી સાથે સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. 'કોકટેલ 2' એ પહેલા જ દિવસે 24 કરોડની કમાણી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે તે ટોપ પર પહોંચી ગઈ છે. આ ફિલ્મે છેલ્લા 10 વર્ષમાં આ જોનરમાં સૌથી મોટી ઓપનિંગ નોંધાવી છે અને શાહરૂખની 'જબ હેરી મેટ સેજલ' (22-23 કરોડ) તથા રણબીરની 'તૂ જૂઠી મૈં મક્કાર' (22.38 કરોડ) જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

આ પણ વાંચો: અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ ભારત ભાગ્ય વિધાતા ફલોપ

શાહિદ કપૂરની પોતાની જ ફિલ્મ 'ઓ રોમિયો'નો રેકોર્ડ તૂટ્યો

શાહિદ કપૂર આ વર્ષની શરૂઆતમાં એક્શન થ્રિલર ફિલ્મ 'ઓ રોમિયો'માં જોવા મળ્યો હતો, જેણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 12.53 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. તેની સરખામણીમાં શાહિદની આ બીજી રિલીઝે બોક્સ ઓફિસ પર લગભગ બમણી કમાણી કરીને એક મોટી જીત મેળવી છે. પહેલા દિવસની શાનદાર શરૂઆત બાદ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મેકર્સની નજર આ ફિલ્મના ઓપનિંગ વીકેન્ડના કલેક્શન પર ટકેલી છે.