દાયકાઓની પરંપરા તૂટી! પહેલીવાર દિલ્હી છોડી ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સ સેરેમની, જાણો વિગતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

National Film Awards: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર(National Film Awards )માં મોટો ફેરબદલ થવા જય રહ્યો છે. અત્યાર સુધી દેશના પાટનગર નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત થતો આ ભવ્ય સમારોહ દાયકાઓ જૂની પરંપરા તોડીને પહેલીવાર દિલ્હીની બહાર યોજાશે.
એકતા નગર ખાતે આયોજનની શક્યતા
72મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ સમારોહની યજમાની ગુજરાતને મળવા જઈ રહી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' જ્યાં આવેલી છે તે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આ કાર્યક્રમનું આયોજન થવાની પ્રબળ શક્યતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવવાના છે, તે દરમિયાન તેઓ એકતા નગરની મુલાકાત લઈ વિજેતાઓને આ રાષ્ટ્રીય સન્માન એનાયત કરશે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનની પરંપરામાં મોટો બદલાવ
સામાન્ય રીતે દર વર્ષે નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સનું આયોજન નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે જ કરવામાં આવતું રહ્યું છે, જ્યાં પરંપરાગત રીતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિજેતા કલાકારો અને ટેકનિશિયનોને ઍવૉર્ડ્સ અર્પણ કરાય છે. પરંતુ આ વખતે સમારોહનું સ્થળ દિલ્હી બહાર ખસેડીને એકતા નગર રાખવાનો પ્રસ્તાવ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર દર્શાવે છે.
જુલાઈમાં થઈ હતી જાહેરાત, 'આર્ટિકલ 370' અને યામી ગૌતમ ઝળક્યા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સત્તાવાર જાહેરાત જુલાઈ મહિનામાં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી. આ ઍવૉર્ડ્સ વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મોના પ્રદર્શનને આધારે જાહેર કરાયા છે. ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે, જ્યારે અભિનેત્રી યામી ગૌતમને આ જ ફિલ્મમાં તેમના શાનદાર અભિનય બદલ બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ એનાયત કરાયો છે. અભિનેતા કાર્તિક આર્યન અને મલયાલમ સુપરસ્ટાર મામૂટીએ સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે.




