- સની દેઓલને અગાઉના એક્શન સીન ન ગમ્યાં
- નવેસરથી શૂટિંગના કારણે ફિલ્મનો ખર્ચો વધી જવાની સંભાવના
મુંબઈ: સની દેઓલની 'બોર્ડર ટુ'નાં ક્લાઈમેકસનું આગામી ડિસેમ્બર મહિને ફરીથી શૂટિંગ કરાશે.
ફિલ્મનો ક્લાઈમેકસ અગાઉ ફિલ્માવાઈ ચૂક્યો હતો. પરંતુ, સની દેઓલને લાગ્યું હતું કે ક્લાઈમેક્સમાં એક્શન દ્રશ્યો થોડાં ફિક્કાં પડે છે. આથી ફિલ્મનો ક્લાઈમેકસ રી શૂટ કરવામાં આવશે તેમ કહેવાય છે.
નવેસરથી શૂટિંગના કારણે ફિલ્મનું બજેટ વધી જશે.
જોકે, નિર્માતાઓને વિશ્વાસ છે કે વધુ લાંબો અને વધુ એક્શન દ્રશ્યો ધરાવતો નવો ક્લાઈમેક્સ સમગ્ર ફિલ્મને ઉગારી લેશે.


