શિવાજી મહારાજ પરની ઋષભ શેટ્ટીની ફિલ્મમાં ભૂમિની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભૂમિ પેડણેકર કર્ણાટકની રાણી બનશે
- ફિલ્મ ધ પ્રાઇડ ઓફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજ ફિલ્મ બે ભાગમાં બનશે
મુંબઇ : 'કાન્તારા' ફેમ ઋષભ શેટ્ટીની આગામી ફિલ્મ 'ધ પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર: છત્રપતિ શિવાજી મહારાજ'ની કાસ્ટમાં ભૂમિ પેડણેકરની એન્ટ્રી થઇ છે. અદમ્ય જુસ્સા અને હિંમત માટે જેને યાદ કરવામાં આવે છે તે નીડર લડાયક રાણી બેલાવાડી મેલામ્માની ભૂમિકા ભૂમિ પેડણેકર ભજવશે. ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન સંદીપસિંહ કરી રહ્યા છે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે ફિલ્મમાં અર્જુન રામપાલ, વિવેક ઓબેરોય અને અન્ય કળાકારો પણ કામ કરી રહ્યા છે. આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરૃ કરી દેવામાં આવશે. ફિલ્મનું લેખન ઋષિ વિરમાનીએ કર્યું છે જ્યારે સંગીત અમિત ત્રિવેદી આપી રહ્યા છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવી રહી છે. ભૂમિ પેડણેકરે જણાવ્યું હતું કે કર્ણાટકની બહાદુર રાણી બેલાવાડી મેલામ્માની ભૂમિકા ભજવવા મળી એ મારે માટે મોટી વાત છે. હું કાન્તારાની મોટી ફેન છું એટલે સંદીપે ફિલ્મ નેરેટ કરી એ સાથે જ મેં ઋષભ સાથે કામ કરવા આ ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી.









