Entertainment

અવિકા ગૌર ભારત છોડી બેંગકોક રહેવા જતી રહી

By GS Team
10 May 20261 min read
અવિકા ગૌર ભારત છોડી બેંગકોક રહેવા જતી રહી

- અવિકા અને તેના પતિએ બેગકોકમાં ઘર લીધું

- જોકે, એક્ટિંગ નહીં છોડે, ભારત કામ માટે આવતીજતી રહેશે તેવો અવિકાનો દાવો

મુંબઈ: ટોચની ટીવી એકટ્રેસ અવિકા ગૌર ભારત છોડી તેના પતિ મિલિંદ ચંદવાની સાથે બેંગકોક રહેવા જતી રહી છે. જોકે, અવિકાના દાવા અનુસાર તે ભારતીય  પ્રોજેક્ટસમાં કામ કરવાનું છોડવાની નથી. પોતે, શિડયૂલ પ્રમાણે ભારત આવતી જતી રહેશે. અવિકાએ કહ્યું હતું કે મારા પતિએ પણ મારી કેરિયર ખાતર પોતાની કેરિયરનો ઘણો  ભોગ આપ્યો છે. હવે  તેની કેરિયર ખાતર મેં પણ બેંગકોક જવાનું પસંદ કર્યું છે. આમ પણ અમને ત્યાં વારંવાર ફરવા જવાનું  ગમતું હતું અને હવે અમે ત્યાં જ વસી જવાનું નક્કી  કર્યું છે. અમે ત્યાં એક ઘર લઈ લીધું છે અને હાલ તેને ડિઝાઈન કરી રહ્યાં છીએ. જોકે, ટીવી જગતમા ંચાલતી ચર્ચા  અનુસાર અવિકા  માટે  બેંગકોક રહીને ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બહુ મુશ્કેલ છે.