Get The App

અહાન-અનીતની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
અહાન-અનીતની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ 1 - image

- હાલ આ ટાઈટલના હક્ક ટી સીરિઝ પાસે છે 

- ફિલ્મની વાર્તા સાથે બંધબેસતું હોવાથી મોહિત સૂરીની માંગ : વર્ષના અંતે શૂટિંગ શરૂ થશે   

મુંબઇ : અનીત પડ્ડા તથા અહાન પાંડેની નવી ફિલ્મમાં ટાઈટલનું વિધ્ન આવ્યું છે. દિગ્દર્શક મોહિત સૂરી  ફિલ્મની વાર્તા પ્રમાણે આ ફિલ્મનું ટાઈટલ 'સતરંગા' રાખવા માગે છે. પરંતુ, આ ટાઈટલ હાલ ટી સીરિઝ દ્વારા રજિસ્ટર્ડ કરાવાયેલું છે. 

મોહિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી રહ્યો હોવાથી યશરાજે આ ટાઈટલ ટી સીરિઝ પાસેથી ખરીદવું પડે તેમ છે. પરંતુ, ટી સીરિઝ  તે વેચવા તૈયાર થશે કે કેમ તે હાલના તબક્કે સ્પષ્ટ નથી. જો આ સોદો પાર ન પડે તો મોહિતે ફિલ્મ માટે કોઈ નવું ટાઈટલ વિચારવું પડશે. 

'સૈયારા'નાં હિરો હિરોઈન તથા ડિરેક્ટરનાં ફરી કોલબરેશનથી બનનારી આ ફિલ્મની હજુ તો સ્ક્રિપ્ટ લખાઈ રહી છે અને મોહિત મોટાભાગે આ વર્ષના અંતથી શૂટિંગ શરુ કરી દે તેવી શક્યતા છે. તેનું પ્લાનિંગ આવતાં  વર્ષે ફિલ્મ રીલિઝ કરી દેવાનું છે.