Entertainment

શું તમારી દીકરી આ કપડાં પહેરશે? આશા પારેખે ડિરેક્ટરને પૂછ્યો હતો આકરો સવાલ, જયા બચ્ચને પણ શેર કર્યો કડવો અનુભવ

By GS Team
8 Jun 20263 mins read
TukuTouch Logo
સિનેમા જગતમાં સ્ક્રીન પર મહિલાઓના થઈ રહેલા ઓબ્જેક્ટિફિકેશન એટલે કે મહિલાઓને માત્ર આકર્ષણની વસ્તુ તરીકે દર્શાવવી અને વધતા જતા અંગપ્રદર્શનને લઈને હાલમાં જ બોલીવૂડની વરિષ્ઠ અભિનેત્રીઓ આશા પારેખ અને જયા બચ્ચને એક ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ પોતાની નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'પેદ્દી'માં જાહ્નવી કપૂરના પાત્રને વારંવાર ક્લોઝ-અપ શોર્ટ્સ અને બોલ્ડ ફ્રેમિંગ દ્વારા માત્ર ગ્લેમરના નામે અશ્લીલ રીતે દર્શાવવા બદલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે વરિષ્ઠ અભિનેત્રીઓએ એ જૂના સુવર્ણ યુગને યાદ કર્યો છે, જ્યાં ગ્લેમર અને સેન્સ્યુઆલિટી માટે વધુ પડતા ટૂંકા કપડાં પહેરવાની જરૂર નહોતી પડતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શું તમારી દીકરી આ કપડાં પહેરશે? આશા પારેખે ડિરેક્ટરને પૂછ્યો હતો આકરો સવાલ, જયા બચ્ચને પણ શેર કર્યો કડવો અનુભવ

Jaya and Asha On Bold Scenes and Clothes: સિનેમા જગતમાં સ્ક્રીન પર મહિલાઓના થઈ રહેલા ઓબ્જેક્ટિફિકેશન એટલે કે મહિલાઓને માત્ર આકર્ષણની વસ્તુ તરીકે દર્શાવવી અને વધતા જતા અંગપ્રદર્શનને લઈને હાલમાં જ બોલીવૂડની વરિષ્ઠ અભિનેત્રીઓ આશા પારેખ અને જયા બચ્ચને એક ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ પોતાની નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'પેદ્દી'માં જાહ્નવી કપૂરના પાત્રને વારંવાર ક્લોઝ-અપ શોર્ટ્સ અને બોલ્ડ ફ્રેમિંગ દ્વારા માત્ર ગ્લેમરના નામે અશ્લીલ રીતે દર્શાવવા બદલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે વરિષ્ઠ અભિનેત્રીઓએ એ જૂના સુવર્ણ યુગને યાદ કર્યો છે, જ્યાં ગ્લેમર અને સેન્સ્યુઆલિટી માટે વધુ પડતા ટૂંકા કપડાં પહેરવાની જરૂર નહોતી પડતી.

ડિરેક્ટરને પૂછ્યું- 'શું તમારી દીકરી આવા કપડાં પહેરશે?'

આશા પારેખે એક ઇન્ટરવ્યુમાં ભૂતકાળનો એક ચોંકાવનારો કિસ્સો શેર કરતા કહ્યું કે, "મને યાદ છે કે એકવાર એક ડિરેક્ટરે મને ડાન્સ નંબર માટે ખૂબ જ ટૂંકા અને એક્સપોઝિંગ કપડાં પહેરવા કહ્યું હતું. મેં તેની આંખોમાં આંખો નાખીને સીધો એક જ સવાલ પૂછ્યો – ‘જો તમારી પોતાની દીકરી આવા કપડાં પહેરે તો શું તમને ખુશી થશે?’ મારો આ સવાલ સાંભળીને ડિરેક્ટરે ચૂપચાપ એ કોસ્ટ્યુમનો આગ્રહ પડતો મૂક્યો હતો."

તેમણે વધુમાં ઉમેર્યું, "આજની હિરોઈનો એટલી સુંદર છે કે તેમને આ રીતે પોતાનું ઓબ્જેક્ટિફિકેશન કરવાની કોઈ જરૂર નથી. સંજય લીલા ભણસાલી પોતાની હિરોઈનોને પડદા પર કેટલી સુંદર અને કલાત્મક રીતે રજૂ કરે છે તે જુઓ. જ્યારે અન્ય કેટલાક ડિરેક્ટર્સ આ જ હિરોઈનોનો ખોટી અને શોષણયુક્ત રીતે ઉપયોગ કરે છે."

જયા બચ્ચને પણ શેર કર્યો કડવો અનુભવ

આ જ ચર્ચામાં જયા બચ્ચને પણ પોતાની કરિયરની મર્યાદાઓ અને સીમાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "મારી કરિયરમાં કોઈની એટલી હિંમત નહોતી કે તે મારી સાથે લક્ષ્મણ રેખા ઓળંગવાનો પ્રયાસ કરે." જોકે, એક કડવા અનુભવને યાદ કરતા તેમણે કહ્યું કે, "એક ડિરેક્ટર દ્વારા મને ખોટી રીતે રજૂ કરવાનો એકમાત્ર અપ્રિય અનુભવ થયો હતો, ત્યાર બાદ મેં તેની સાથે ક્યારેય કામ કર્યું નથી." અહેવાલો અનુસાર, જયા બચ્ચન મનોજ કુમાર નિર્દેશિત ફિલ્મ 'શોર'ના શૂટિંગના અનુભવ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં તેમણે એક સ્ટ્રીટવોકરની ભૂમિકા ભજવી હતી.

બીજી તરફ, આ વિવાદ અંગે અભિનેત્રી તાપસી પન્નુએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, "જ્યાં સુધી કેમેરો રહેશે ત્યાં સુધી આવા ઓકવર્ડ એન્ગલ્સ સામે આવતા રહેશે, બસ કલાકારે પોતે આ બાબતે જાગૃત રહેવાની જરૂર છે."

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીની પત્ની સાથે 16.24 કરોડની છેતરપિંડી! તંત્રનો એક અધિકારી સસ્પેન્ડ

ફિલ્મ 'પેદ્દી'ને લઈને કેમ મચ્યો છે હોબાળો?

4 જૂન 2026ના રોજ રિલીઝ થયેલી સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'પેદ્દી' હાલમાં વિવાદોના કેન્દ્રમાં છે. ફિલ્મમાં જાહ્નવી કપૂરના પાત્રનું બિનજરૂરી સેક્સ્યુઆલાઈઝેશન કરવા બદલ અને રામ ચરણના એક સીન પર, જેમાં પરાણે કિસ કરવાને પ્રેમ તરીકે દર્શાવાયો છે એ વિશે ફેન્સે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ ભારે વિરોધ બાદ ફિલ્મના ડિરેક્ટર બુચ્ચી બાબુ સનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફેન્સની માફી માંગી છે અને વિવાદાસ્પદ સીન્સમાં ફેરફાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, આ વિવાદ પર હજુ સુધી રામ ચરણ કે જાહ્નવી કપૂર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.