Entertainment
આર્યન ખાન પિતા શાહરુખ સાથે 2027માં ફિલ્મ બનાવશે
By GS TEAM
7 Nov 20251 min read

- ઓટીટી શો બાદ હવે ફીચર ફિલ્મો બનાવશે
- જોકે, આ અગાઉ બનનારી વધુ એક ફિલ્મ માટે કાસ્ટિંગ હવે શરૂ થશે
મુંબઇ: આર્યન ખાન ઓટીટી સીરિઝ 'ધી બેડ્સ ઓફ બોલીવૂડ'ની સફળતા બાદ હવે ફીચર ફિલ્મોનું દિગ્દર્શન કરવાનો છે. તેના હવે પછીના ફિલ્મ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં કાસ્ટિંગ શરુ થશે.
આ ફિલ્મ પૂર્ણ થયા બાદ ૨૦૨૭માં તે પિતા શાહરુખ ખાનને મુખ્ય ભૂમિકામાં લઈ એક ફિલ્મ બનાવશે.
આર્યન પોતાના સુપરસ્ટાર પિતા શાહરૂખ ખાનને દિગ્દર્શન આપતાં પહેલાં પોતે એક સારી ફિલ્મ પણ બનાવી શકે છે તે પુરવાર કરવા માગે છે. આથી તે પહેલાં એક ફિલ્મનું દિગ્દર્શન કરશે. તે પૂર્ણ થયા બાદ શાહરુખની ફિલ્મ હાથ પર લેશે.
આર્યનની નવી ફિલ્મની સ્ટોરી કે કાસ્ટિંગ વિશે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.









