Entertainment
અર્જુન રામપાલને વિલનના રોલ માટે છ કરોડની ઓફર
By GS Team
15 May 20261 min read

- ધુરંધર ફિલ્મની સફળતાથી ફાયદો થયો
- અનિલ શર્મા પુત્ર ઉત્કર્ષની કારકિર્દી ઉગારવા આ ફિલ્મ બનાવી રહ્યા છે
મુંબઇ: અર્જુન રામપાલને અનિલ શર્માની ફિલ્મમા વિલનના રોલ માટે છ કરોડ રુપિયા ઓફર કરાયાનું કહેવાય છે.
અર્જુન રામપાલે તાજેતરમાં 'ધુરંધર ' ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મની સફળતા બાદ તેણે પોતાની ફી વધારી દીધી હોવાનું કહેવાય છે. જોકે, તેમ છતાં 'ધુરંધર' બાદ અર્જુન રામપાલ પાસે હાલ ઓફરોનો ઢગલો થઈ રહ્યો છે.
અનિલ શર્મા પુત્ર ઉત્કર્ષની કારકિર્દી ઉગારવા માટે આ ફિલ્મ બનાવી રહ્યા છે. અગાઉ 'ગદ્દર ટુ' ફિલ્મ સફળ થઈ હતી પરંતુ તેનાથી ઉત્કર્ષની કારકિર્દીને ખાસ કોઈ ફાયદો થયો ન હતો. આ ફિલ્મનું શૂટિંગ આજકાલમાં શરુ થવાનું છે.









