Entertainment

અરિજિતનું નવું ગીત રજૂ, જોકે, હજુ પણ નિવૃત્તિનો નિર્ણય યથાવત

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
લોકપ્રિય ગાયક અરિજિત સિંહે 'આવારાપન 2' માટે "યેહ આવારાપન" ગીત ગાયું છે, જે આજે રજૂ થયું. તેણે નિવૃત્તિ પહેલાં જ આ ગીત ગાવાનું કમિટમેન્ટ આપ્યું હતું. 15 વર્ષ પહેલાં વિશેષ ફિલ્મ્સની 'મર્ડર 2'ના "ફિર મોહબ્બત" ગીતથી અરિજિતે કારકિર્દી શરૂ કરી હતી. ઇમરાન હાશમી, દિશા પટણી અભિનીત આ ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરિજિતનું નવું ગીત રજૂ,  જોકે, હજુ પણ નિવૃત્તિનો નિર્ણય યથાવત

આવારપન ટુમાટે જૂનું કમીટમેન્ટ હતું તે પાળ્યું
વિશેષ ફિલ્મ્સની જ મર્ડર ટુ સાથે અરિજિતે કેરિયર શરૂ કરી હતી

મુંબઇ : એક સમયે હું હવે નહીં ગાઉ એમ કહી નિવૃત્તિ જાહેર કરનાર લોકપ્રિય ગાયક અરિજિતસિંહનું 'આવારાપન ટુ' ફિલ્મ માટે નવું ગીત યેહ આવારાપન આજે રજૂ થયું હતું. જોકે, અરિજિત સિંઘના નિકટવર્તી વર્તુળોએ કન્ફર્મ કર્યું હતું કે અરિજિતે સિંગિંગમાંથી નિવૃત્તિ પાછી ખેંચી નથી. તેણે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું તે પહેલાં જ તે 'આવારાપન ટુ' માટે ગાવાનું કમીટ કરી ચૂક્યો હતો અને તેના ભાગ રુપે આ ગીત રજૂ થયુું છે. બાકી, હવે તે કોઈ નવાં પ્લેબેક એસાઈનમેન્ટસ લઈ રહ્યો નથી.
'આવારાપન ટુ' ફિલ્મ બનાવનાર બેનર વિશેષ ફિલ્મ્સ સાથે ગાયક અરિજિતસિંહના સંબંધો પંદર વર્ષથી છે.વિશેષ ફિલ્મ્સની 'મર્ડર ટુ' ફિલ્મમાં ફિર મોહબ્બત ગીત ગાઇને અરિજિતસિંહે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ ભટ્ટે જણાવ્યા મુજબ રશ્મિ વિરાગ લિખિત અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું આ ગીત અરિજિતસિંહે ગાયું છે.
ઇમરાન હાશમી, દિશા પટણી અને શબાના આઝમી અભિનિત આ ફિલ્મ 'આવારાપન ટુ '૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થવાની છે. ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કરે કર્યું છે.