અનુષ્કા અને વિરાટ હનુમાન અંશની સિકવલમાં કેમિયો કરે તેવી ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જોકે ફિલ્મની નિર્માર્તાએ આ બાબતે ફોડ પાડયો નથી
મુંબઈ : હનુમાન અંશ ૨૦૨૬ની અત્યાર સુધીની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અસાધારણ દેખાવ કરતાં લોકોનો ટોળેટોળાં થિયેટરોમાં ઊમટી રહ્યા છે. હવે આ ફિલ્મની સફળતા પછી તેના બીજા ભાગ એટલે કે સીકવલની તૈયારી કરવામાં આવી રહી છે.અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી નીમ કરોલી બાબાના ભક્ત હોવાથી આ ફિલ્મની સીકવલમાં કેમિયો કરે તેવી ચર્ચા થઇ રહી છે. જોકે નિર્માતાએે આ બાબતે ફોડ પાડયો નહોતો.પરંતુ આડકતરી રીતે નમ્રતા સિંહે કહ્યું હતું કે બીજા ભાગમાં બાબાનું જે ભક્તો પર વિશેષ યોગદાન રહ્યું હતુ ંતેમનો સમાવેશ કરવામાં આવશે.
આ સીકવલ વિશે એક વાતચીત દરમિયાન નમ્રતા સિંહે જણાવ્યું હતું કે હનુમાન અંશ બનાવતા પહેલા જ આ ફિલ્મને ત્રણ ભાગમાં નિર્માણ કરવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો હતો. પહેલા ભાગમાં નીમ કરોલી બાબાના બાળપણથી લઇને તેમની સિદ્ધીઓની સફર તેમજ દેશભરમાં તેમનું ભ્રમણ, હવે બીજા ભાગામાં કૈંચી ધામમા ચેપ્ટરની સાથેસાથે તેવા ભક્તોનો સમાવેશ કરવામાં આવશે જેમના જીવનમાં નીમ કરૌલી બાબાનું વિશેષ યોગદાન રહ્યું છે.
વાસ્તવમાં ંઅનુષ્કા શર્મા અન ેવિરાટ કોહલી નીમ કરેલી બાબાના ભક્ત છે. તેઓ તેમની પુત્રી વામિકા સાથે પણ કૈંચી ધામ ગયા હતા. તેથી આ ફિલ્મની સીકવલમાં અનુષ્કા અને વિરાટ કેમિયોમાં જોવા મળશે તેવી ચર્ચો જોર પકડયું છે.




