- મેકઅપ આર્ટિસ્ટની બેગમાંથી ચોરાયાની માહિતી
- ન્યૂયોર્ક ફેશન ટ્રીપ દરમિયાન બનેલી ઘ ટનાની સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મુંબઈ : અભિનેતા અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરની ટીમના ફેશન ઇવેન્ટ માટે ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન રૂ.૧.૩૫ કરોડની હીરા જડિત કાનની બુટ્ટી ગુમ થયા બાદ મુંબઈ પોલીસે એફઆઇઆર નોંધી છે.
મેકઅપ આટસ્ટ સાવલીન સિંહને દુબઈ થઈને ઉડાન ભર્યા પછી ન્યૂયોર્કની એક હોટલમાં ઘરેણાં ગુમ થયા હોવાનું જણાયું હતું. ભાડાની કાનની બુટ્ટી તેની હેન્ડબેગમાં હતી. તે પ્રવાસ દરમિયાન ચોરાઈ ગઈ હોવાની શંકા છે.
ફેશન ઇવેન્ટ માટે ન્યૂયોર્કની આંતરરાષ્ટ્રીય યાત્રા દરમિયાન ફિલ્મ નિર્માતા અને ફેશન સ્ટાઈલિસ્ટ રિયા અનિલ કપૂરની ટીમના ઘરેણાં ગુમ થયા બાદ સહાર પોલીસ સ્ટેશનમાં ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર સેલિબ્રિટી મેકઅપ આટસ્ટ સાવલીન સિંહ છેલ્લા સાત વર્ષથી રિયા કપૂર સાથે કામ કરી રહી છે. તે ઇવેન્ટ માટે મુંબઈ સ્થિત જ્વેલર્સ પાસેથી ભાડા પર લીધેલી બે જોડી કિંમતી ઇયરરિંગ્સ લઈને આવી રહી હતી. રિયા કપૂર અને તેની ટીમ ફેશન ઇવેન્ટમાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક જઈ રહી હતી.
જ્વેલર્સ પાસેથી ભાડે લીધેલા આ ઘરેણાં બે અલગ-અલગ બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા અને સિંહના હેન્ડબેગમાં રાખવામાં આવ્યા હતા. ટીમ ૨૭ એપ્રિલના રાત્રે ૧૦-૨૫ વાગ્યે અમીરાતની ફ્લાઇટમાં મુંબઈથી રવાના થઈ હતી. ટીમ દુબઈ થઈને ૨૮ એપ્રિલના રોજ સાંજે ન્યૂ યોર્કના જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.
મુંબઈ પરત ફર્યા પછી, સાવલીન સિંહે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


