Entertainment

અનીત પડ્ડા આગામી ફિલ્મમાં 31 વર્ષના અભિનેતા સાથે રોમાન્સ કરશે

By GS Team
7 Feb 20261 min read
અનીત પડ્ડા આગામી ફિલ્મમાં 31 વર્ષના અભિનેતા સાથે રોમાન્સ કરશે

- આ પહેલા આ ફિલ્મ માટે કિયારા અડવાણીને લેવામાં આવી હતી

મુંબઇ : મેડોક હોરર યુનિવર્સની શક્તિ શાલિની ફિલ્મ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં અનીત પડ્ડાને લેવામાં આવી છે. અભિનેત્રી આ ફિલ્મમાં ૩૧ વરસની વયના અભિનેતા વિશાલ જેઠવા સાથે રોમાન્સ કરતી જોવા મળશે.આ પહેલા આ ફિલ્મમાં કિયારા અડવાણીને લેવામાં આવી હતી પરંતુ તેની ડિલીવરીના કારણે પછીથી ફિલ્મસર્જકે અનીત પડ્ડાને સાઇન કરી હતી. હાલ શક્તિ શાલિનીનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મને ડિસેમ્બર મહિનામાં રિલીઝ કરવાની યોજના છે.તેથી આગામી મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ  ઝડપથી કરવાની તૈયારી થઇ રહી છે. ફિલ્મ શક્તિ શાલિની મૈડોક હોરર યૂનિવર્સની આગામી કડી છે. અનીત પડ્ડા અને વિશાલ જેઠવાની જોડી પ્રથમ વખત ફિલ્મમાં સાથે જોવા મળશે.  કિયારા અડવાણીને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી. પરંતુ તેની ડિલીવરીના કારણે પછીથી અનીત પડ્ડાને સાઇન કરવામાં આવી. અનીત પડ્ડાની ડેબ્યુ ફિલ્મ સૈયારા બોક્સ ઓફિસ પર સફળ રહી હોવાથી શક્તિ શાલિની માટે નિર્માતાને અનીત પડ્ડા આ ફિલ્મનો ભાર પોતાના ખભે ઉપાડી શકવા માટે યોગ્ય લાગી હતી.