Get The App

અનન્યાના પ્રેમીએ છડેચોક કહી દીધું, આઈ લવ યુ

Updated: Oct 31st, 2024

GS TEAM


Google News
Google News
અનન્યાના પ્રેમીએ છડેચોક કહી દીધું, આઈ લવ યુ 1 - image


- વોકર બ્લેન્કોએ સોશિયલ મીડિયા પર ઈકરાર કર્યો

- વોકર અનન્યાને પ્રેમથી એની કહીને બોલાવે છે, તેનું પણ અગાઉ બ્રેક અપ થઈ ચૂક્યું છે

મુંબઈ : અનન્યા પાંડેના નવા પ્રેમી વોકર બ્લેન્કોએ છડેચોક અનન્યા સાથેના પ્રેમનો જાહેર ઈકરાર કરી લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર અનન્યાના જન્મદિવસે 'આઈ લવ યુ એની' લખીને આપેલી શુભેચ્છા વાયરલ થઈ છે. 

અનન્યા અને વોકર રિલેશનશિપમાં હોવાનું થોડા સમયથી ચર્ચાતું હતું. પરંતુ, પહેલીવાર આ રિલેશનશિપ કન્ફર્મ થઈ છે. 

અનન્યા ૨૬ વર્ષની થઈ તે નિમિત્તે દેશવિદેશના અસંખ્ય ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ, તેમાં વોકરે 'હેપ્પી બર્થ ડે બ્યૂટીફૂલ, યુ આર સો સ્પેશિયલ, આઈ લવ યુ એની' લખીને પાઠવેલી શુભેચ્છાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 

અનન્યા અગાઉ ડબલ્યૂ લખેલો નેકલેસ પહેરેલી જોવા મળી હતી. તે પરતી તેના અને વોકર વચ્ચેના પ્રેમસંબંધોની અટકળોને વેગ મળ્યો હતો. પરંતુ, હવે વોકરે આ સંબંધની જાહેર પુષ્ટિ કરી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે અનન્યા અગાઉ લાંબા સમય સુધી આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બીજી તરફ અમેરિકી મોડલ વોકર અગાઉ સિલ્વિયા નામની યુવતી સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. 

મૂળ શિકાગોના વોકર અને અનન્યા એક વેડિંગ વખતે મળ્યા હતા. અનન્યાની સુહાના અને નવ્યા નવેલી નંદા સહિતની મોટાભાગની ફ્રેન્ડઝ પણ વોકરને ફોલો કરે છે. 

Tags :