Entertainment

અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોનું બ્રેકઅપ? 2 વર્ષ પહેલાં અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં શરૂ થયેલી લવ સ્ટોરીનો અંત આવ્યો હોવાના અહેવાલ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને ભૂતપૂર્વ અમેરિકન મોડલ વોકર બ્લેન્કોના 2 વર્ષના સંબંધોનો અંત આવ્યો છે. 2024થી બંનેના અફેરની ચર્ચાઓ હતી અને તેઓ ઘણીવાર સાથે જોવા મળતા હતા. સૂત્રો મુજબ, સંબંધનો અંત લાવવાનો નિર્ણય અનન્યાનો હતો, પરંતુ બ્રેકઅપ પરસ્પર સંમતિથી થયું છે. તેમની પ્રથમ મુલાકાત અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોનું બ્રેકઅપ? 2 વર્ષ પહેલાં અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં શરૂ થયેલી લવ સ્ટોરીનો અંત આવ્યો હોવાના અહેવાલ

Ananya Panday And Walker Breakup: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને ભૂતપૂર્વ અમેરિકન મોડલ વોકર બ્લેન્કો એ લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ પોતાના સંબંધોનો અંત આણ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વર્ષ 2024થી બંને વચ્ચેના અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી અને તેઓ ઘણીવાર વિવિધ કાર્યક્રમોમાં સાથે જોવા મળતા હતા. સોશિયલ મીડિયા પર પણ બંનેની રોમેન્ટિક ક્ષણો વાયરલ થતી હતી. જોકે, તેમણે ક્યારેય સત્તાવાર રીતે પોતાના સંબંધોની પુષ્ટિ કરી નહોતી, પરંતુ હવે બંને અલગ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

પરસ્પર સંમતિથી અલગ થયા: અનન્યાનો હતો નિર્ણય

એક અહેવાલ મુજબ, એક અંગત સૂત્રએ જણાવ્યું હતું કે,

"ગયા અઠવાડિયે આ સંબંધનો અંત લાવવાનો નિર્ણય અનન્યા પાંડેનો હતો. જોકે, આ બ્રેકઅપ બંનેની પરસ્પર સંમતિથી થયું છે અને તેમની વચ્ચે કોઈ કડવાશ કે અણબનાવ નથી."

ઉલ્લેખનીય છે કે અનન્યા અને વોકર બ્લેન્કોની પ્રથમ મુલાકાત વર્ષ 2024ના મધ્યમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન થઈ હતી, જ્યાંથી તેમની મિત્રતા અને નિકટતા વધી હતી.

સોશિયલ મીડિયા પોસ્ટ્સથી ચર્ચામાં રહ્યો હતો સંબંધ

જાહેરમાં રિલેશનશિપ કન્ફર્મ ન કરવા છતાં બંનેની સોશિયલ મીડિયા ઇન્ટરેક્શન્સ સતત ચર્ચામાં રહેતી હતી. વર્ષ 2024માં અનન્યાના જન્મદિવસ પર વોકર બ્લેન્કોએ અનન્યાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું: "હેપ્પી બર્થડે બ્યુટીફુલ. તું ખૂબ જ ખાસ છે. આઈ લવ યુ, એની!" ફેન્સ દ્વારા આ પોસ્ટને તેમના સંબંધોની સૌથી મજબૂત પુષ્ટિ ગણવામાં આવી હતી.

વોકર બ્લેન્કો અને અનન્યા પાંડેના ભવિષ્યના પ્રોજેક્ટ

શિકાગોના ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કો વાઇલ્ડલાઇફમાં રસ ધરાવે છે અને બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઝ સાથે સારા સંબંધો ધરાવે છે. બીજી તરફ અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે તાજેતરમાં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ચાંદ મેરા દિલ'માં લક્ષ્ય સાથે જોવા મળી હતી, જે વિવેક સોની દ્વારા નિર્દેશિત છે અને JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે. હવે અનન્યા ખૂબ જ ટૂંક સમયમાં પ્રાઇમ વીડિયોની લોકપ્રિય સીરિઝ 'કૉલ મી બે સીઝન 2'માં જોવા મળશે.