Entertainment

શબ્દો તોડી-મરોડી રજૂ કરવા પર મીડિયા પર વરસ્યા અમિતાભ બચ્ચન: બોલ્યા- "મારો એક ઈશારો અને 50 મિલિયનમાંથી 10 ટકા ફોલોઅર્સ પણ ઠોકી દેવા તૈયાર છે"

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને મીડિયા પર આક્રોશ ઠાલવ્યો છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ "હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી" લખી હતી, જેને મીડિયાએ વિરોધીઓ સામે પડકાર ગણાવી હતી. બિગ બીએ આ બાબતને હિંદુ ધર્મનું અપમાન અને શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવાની બેતુકી હરકત ગણાવી. તેમણે 50 million ફોલોઅર્સનો ઉલ્લેખ કરી મીડિયાને ખુલ્લી ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શબ્દો તોડી-મરોડી રજૂ કરવા પર મીડિયા પર વરસ્યા અમિતાભ બચ્ચન: બોલ્યા- "મારો એક ઈશારો અને 50 મિલિયનમાંથી 10 ટકા ફોલોઅર્સ પણ ઠોકી દેવા તૈયાર છે"

Amitabh Bachchan Slams Sensational Media: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સ અને બ્લોગ દ્વારા નિયમિતપણે વિચારો વ્યક્ત કરતા રહે છે. તાજેતરમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની જાણીતી સ્તુતિ "હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી" લખી હતી, જેને મીડિયાના અમુક વર્ગે તોડી-મરોડીને ધમકીઓ અને વિરોધીઓ સામેનો પડકાર ગણાવી દીધો હતો. મીડિયાની આવી પાયાવિહોણી અને સનસનાટીભરી રિપોર્ટિંગ પર અમિતાભ બચ્ચનનો પિત્તો ગયો છે અને તેમણે મીડિયા જગતને ખુલ્લી ચેતવણી આપતાં આકરી નારાજગી વ્યક્ત કરી છે.

ધાર્મિક સ્તુતિને વિરોધીઓ સાથે જોડી દેવા પર આક્રોશ

અમિતાભ બચ્ચને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાથી લખાયેલા ભક્તિભાવપૂર્ણ શબ્દોનો અનાદર કરવામાં આવ્યો છે:

  • બિગ બીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે તો પ્રભુ આરાધના માટે "હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી"નો ઉચ્ચાર કર્યો હતો, પરંતુ મીડિયાએ પોતાનો પ્રચાર કરવા માટે છાપ્યું કે 'જુઓ અમિતાભ પોતાના વિરોધીઓને પડકાર ફેંકી રહ્યા છે કે લઈ આવો હાથી ઘોડા, અમે હથિયારોથી લડીશું, ડરીશું નહીં'.
  • કેટલાક મીડિયા માધ્યમોએ તેને ધમકીઓ સામે કટાક્ષ અને ક્રિપ્ટિક પોસ્ટ ગણાવીને લખ્યું કે બિગ બીએ ભડાસ કાઢી છે.
  • અમિતાભ બચ્ચને આ બાબતને એક તરફ 'જય શ્રી કૃષ્ણ' અને હિન્દુ ધર્મનું ઘોર અપમાન તથા બીજી તરફ શબ્દોને મનફાવે તેમ તોડી-મરોડીને રજૂ કરવાની બેતુકી અને હાસ્યાસ્પદ હરકત ગણાવી છે.

50 મિલિયન ફોલોઅર્સનો ઉલ્લેખ કરી મીડિયાને લલકાર

સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોની વિશાળ ફોજ ધરાવતા અમિતાભ બચ્ચને મીડિયાને કાન ખોલીને સાંભળી લેવાની તાકીદ કરી છે:

"કાન ફાડીને સાંભળી લો મીડિયાવાળાઓ. મારા ફોલોઅર્સની સંખ્યા 50 million છે. જે દિવસે અમે માત્ર એક ઈશારો કરીશું, તેમાંથી 10 ટકા પણ તમને ઠોકી દેવા માટે તૈયાર બેઠા છે. તમે જેટલી અમારા શબ્દોની ઉલટફેર કરીને નિંદા કરશો, તેનાથી 100 ગણું વધારે વળતો જવાબ આપવાની ક્ષમતા અમારા એક્સટેન્ડેડ ફેમિલી પાસે પડી છે. તેમને ફક્ત બોલવાની જ વાર છે."

મીડિયાની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલો

બિગ બીએ મીડિયાના વલણને સંપૂર્ણપણે અસંગત, બેતુકું અને નિંદનીય ગણાવ્યું છે:

  • તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે આ એવા લોકો છે જેમને દેશનું '5th Column' માનવામાં આવે છે. દેશના સંસ્કારોમાં સ્તંભોને સન્માન અપાય છે, પરંતુ આજના મીડિયા માટે સન્માન શબ્દ વાપરવો એ પણ સૌથી મોટો હાસ્યાસ્પદ વિષય બની ગયો છે.
  • તેમણે ઉમેર્યું કે જો આપણાથી કોઈ ભૂલ થાય તો આપણે તરત જ ક્ષમા માંગીને સુધારો કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ મીડિયા માટે તો જાણે શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવા એ તેમનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો હોય તેમ વર્તે છે.
  • પોસ્ટના અંતે તેમણે ભાવુક બનીને લખ્યું હતું કે તેઓ પોતાને પીડિત નહીં કહે, કારણ કે પોતાની પીડા પર ફક્ત પોતાનો જ અધિકાર છે અને તે મીડિયા જેવા અસંવેદનશીલ લોકો સામે પ્રદર્શિત કરવા લાયક નથી.