Entertainment

KBC 18નું શૂટિંગ અચાનક કેમ અટકાવી દેવાયું? અમિતાભ બચ્ચનની તબિયતને લઈને મોટા સમાચાર

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત નાદુરસ્ત થતાં 'કૌન બનેગા કરોડપતિ 18'નું શૂટિંગ અટકાવાયું છે. છેલ્લા 1 અઠવાડિયાથી KBC 18નું શૂટિંગ બંધ છે, જેના કારણે ચેનલે જૂના એપિસોડનું પ્રસારણ કરવું પડ્યું છે. 84 વર્ષની વયે પણ કાર્યરત બિગ બીને આરામની જરૂરિયાત ઊભી થતાં નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે. શૂટિંગ ક્યારે શરૂ થશે તે તેમની તબિયત પર નિર્ભર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

KBC 18નું શૂટિંગ અચાનક કેમ અટકાવી દેવાયું? અમિતાભ બચ્ચનની તબિયતને લઈને મોટા સમાચાર

KBC 18 Shoot Halted Due to Amitabh Bachchan's Health | ટેલિવિઝનના પડદે જે અવાજ દાયકાઓથી કરોડો દર્શકોના ઘરમાં ગૂંજે છે, તે અવાજ પાછળ રહેલા મહાનાયકની તબિયત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. ટેલિવિઝન જગતનો સૌથી મોટો ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 18’ અચાનક અટકાવી દેવામાં આવ્યો છે. 84 વર્ષની વયે પણ પોતાની ગજબની ઉર્જાથી દર્શકોનું મનોરંજન કરતા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત નાદુરસ્ત થતાં નિર્માતાઓએ તાત્કાલિક ધોરણે શૂટિંગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા 1 અઠવાડિયાથી KBC 18નું શૂટિંગ અટકાવાયું
ઓગસ્ટ મહિનામાં KBC 18 સાથે નાના પડદે પુનરાગમન કરનારા અમિતાભ બચ્ચનની તબિયત અચાનક બગડી છે. IANSના અહેવાલ અનુસાર, તબિયતના કારણોસર છેલ્લા 1 અઠવાડિયાથી શોનું નવું શૂટિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. 84 વર્ષની ઉંમરે પણ સતત કામ કરતા બિગ બીને આરામની તાતી જરૂરિયાત ઊભી થતાં નિર્માતાઓએ કામચલાઉ ધોરણે શૂટિંગ અટકાવ્યું છે.

નવા એપિસોડ બંધ, ચેનલે દિવાળી સ્પેશિયલમાં જૂના શો ટેલિકાસ્ટ કર્યા
નવા એપિસોડનું શૂટિંગ બંધ હોવાને કારણે ચેનલે પોતાના શિડ્યુલમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે. શોનું પ્રસારણ જાળવી રાખવા માટે ચેનલ હાલમાં સેલિબ્રિટી ગેસ્ટ્સ વાળા થોડા અઠવાડિયા જૂના એપિસોડનું પુનઃપ્રસારણ કરી રહી છે, જેને દિવાળી સ્પેશિયલ સપ્તાહ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે.

શૂટિંગ ક્યારે શરૂ થશે? બધો આધાર બિગ બીની તબિયત પર
દર્શકો માટે મોટો સવાલ એ છે કે બિગ બી ફરી સેટ પર ક્યારે દેખાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતા અઠવાડિયાથી શૂટિંગ ફરી શરૂ થવાની શક્યતા છે, પરંતુ આ બાબત સંપૂર્ણપણે તેમની તબિયત પર નિર્ભર કરે છે. જો તેમની તબિયત સાથ આપશે તો જ તેઓ કેમેરા સામે આવશે.

બ્લોગમાં છલકાયું દર્દ: "હું ચશ્મા અને ફોન ક્યાં ભૂલ્યો એ યાદ નથી રહેતું"
શૂટિંગ અટક્યા બાદ શનિવારે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પોતાની દિનચર્યા અને વધતી ઉંમરની અસર અંગે ખૂબ જ સંવેદનશીલ વાતો શેર કરી હતી. તેમણે કહ્યું કે. '…અને દિનચર્યા અને કામના નિયંત્રિત જીવન તરફ ધીમી પણ સહજ વાપસી… જ્યારે તમે દિનચર્યામાં હોવ ત્યારે બધું યાદ રહે છે, પણ જ્યારે બહાર હોવ ત્યારે દિનચર્યાનો પણ એક અલગ જ મિજાજ બની જાય છે.. જે સમજાવી શકાતો નથી.. અને ક્યારેય પહેલા જેવો રહેતો નથી…ઓહ! હું મારા ચશ્મા ક્યાં ભૂલી ગયો.. મોબાઈલ ક્યાં છે.. અને સૌથી મહત્ત્વનું.. મારે હવે આગળ શું કરવાનું હતું… બે કલાક પહેલાં કરેલાં કાર્યો વિસ્મૃતિમાં ખોવાઈ ગયા.. પરંતુ સ્કૂલમાં વર્ષ 1960 માં ધોરણ 8 કેવું હતું તે આજે 66 વર્ષ પછી પણ મોંઢે યાદ છે.. અને હવે.. શોધવું પડે છે!