Entertainment

અમિતાભ બચ્ચને પણ પરપ્રાંતીયોને પોતાના ઘરે મોકલવાની વ્યવસ્થા કરી

By GS Team
28 May 20202 mins read
This article was originally published on 28 May 2020
અમિતાભ બચ્ચને પણ પરપ્રાંતીયોને પોતાના ઘરે મોકલવાની વ્યવસ્થા કરી

મુંબઇ, તા. 28 મે 2020, ગુરુવાર

કોરોના અને લોકડાઉનના સમયમાં બોલીવૂડ સેલિબ્રિટીઝ પોત પોતાની રીતે જરૂરિયાતોને મદદ કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો અમિતાભ બચ્ચન પણ યૂપીના પ્રવાસી મજૂરોને માટે બસ સેવાની સગવડ  કરી છે. 

સોશિયિલ મીડિયાના પોર્ટલના અનુસાર, અમિતાભ બચ્ચની ઓફિસ તરફથી 10થી વધુ બસોની સગવડ કરવામાં આવી છે. આ બસોને ગુરુવારે સવારે હાજીલીથી ઉપાડવામાં આવી હતી. આ બસો યૂપીના રહેવાસીઓને ગૃહરાજ્ય સુધી છોડીને આવશે. 

મળેલી જાણકારીના અનુસાર, અમિતાભ બચ્ચનની ઓફિસ છેલ્લા બે મહિનાથી આ કામની તૈયારી કરતી હતી. તેમની એબી કોર્પોરેશન લિમિટેડના મેનેજિં ડાયરેકટરના પણ જરૂરિયાતોની મદદ કરી રહ્યો છે. 

તેમની કંપનીના મેનેજિંગ ડાયરેકટર  હાજી અલી ટ્રસ્ટ અને પીર મખદૂમ સાહબ ટ્રસ્ટની સહાયતાથી રોજ 4500થી પણ વધુ ફુડ પેકેટ હાજી અલી દરગાહ, એન્ટોપ હિલ, બાબુલનાથ મંદિર, માહિમ દરગાહ, ધારાવી, સાયન 90 ફીટ રોડ, અરબ ગલી, કોસલા બંદર અને વરલી લોટસ સહિત મુંબઇની અલગ-અલગ જગ્યાઓ પર વેહેંચે છે.

આ ઉપરાંત બિગ બીની ઓફસ 1000 હજાર પરિવારોને એક મહિના સુધી રાશનના પેકેટસ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ સેવા ફક્ત ગરીબ ગરીબ અને જજરૂરિયાતમંદો માટે છે. આ ઉપરાંત 9મી મેથી તેમની ટીમમુંબઇથી પોતાના ઘરે જતા મજૂરોને રોજના  રેશનિંગના 2000 પેકેટસ, 2000 પાણીની બોટલો અને 1200 જોડી સ્લિપર્સની સહાય કરી રહ્યા છે. 

એટલું જ નહીં, અમિતાભની ઓફિસે અલગ-અલગ એજન્સીઓ એને લોકલ ઓથોરિટીઝ સાથે મળીને અસંખ્ય માસ્ક અને સેનેટાઇઝર્સની મદદ પણ કરી છે. હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, બીએમસીની ઓફિસ અને અંતિમ સંસ્કારની જગ્યાઓ 520 હજારથી વધુ પીપીઇ કિટસ દાન કર્યા છે.