Entertainment

ફેનના મોતના કેસમાં અલ્લુ અર્જુન આજે કોર્ટ સમક્ષ હાજર થશે

By GS Team
21 Jun 20261 min read
ફેનના મોતના કેસમાં અલ્લુ અર્જુન આજે કોર્ટ સમક્ષ હાજર થશે

મુંબઈ: 'પુષ્પા ધી રુલ'ની રીલિઝ વખતે હૈદરાબાદમાં સંધ્યા થિયેયરમાં મચેલીી  ભાગદોડમાં મહિલા રેવતીનાં મોતના કેસમાં  અલ્લુ અર્જુનને ૨૨ જૂને હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાં હાજર થવાનું સમન્સ મળ્યું છે. અલ્લુ અર્જુને કોર્ટની કાર્યવાહીમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે. દરમ્યાન તેના પિતા અને પ્રોડયુસર અલ્લુ અરવિંદ તેમજ તેની પત્ની સ્નેહા રેડ્ડી યુવાન શ્રીતેજના ઘરે તેના પરિવારની મુલાકાત લીધી.

મુલાકાત દરમ્યાન અલ્લુ અરવિંદે શ્રીતેજના પરિવારને ખાતરી આપી કે તે યુવાનની નાની બહેનના શિક્ષણની પૂરી જવાબદારી ઉપાડશે. 

તેમણે પરિવારને ખાતરી આપી કે કન્યાના શિક્ષણમાં કોઈ અવરોધ નહિ થાય અને તેમને તાત્કાલિક રાહત ઉપરાંત લાંબા ગાળાની જરૂરીયાત સંતોષવામાં આવશે.

અહેવાલો મુજબ અલ્લુના પરિવાર તેમજ પુષ્પા સાથે સંકળાયેલા પ્રોડક્શન બેનરે શ્રીતેજની મેડિકલ સારવાર, પુનર્વસન અને આરોગ્ય જરૂરીયાતોનું ફંડિંગ ચાલુ રાખ્યું છે.