Entertainment

આલિયા-રણબીરની લવ એન્ડ વોરના ફોટા લીક કરી દેવાયા

By GS TEAM
7 Dec 20252 mins read
આલિયા-રણબીરની લવ એન્ડ વોરના ફોટા લીક કરી દેવાયા

- પબ્લિસિટી માટે  ફોટા લીક કરવાનું ગિમિક

- આલિયા અને રણબીર બંનેનો  રેટ્રો લૂક જોઈ આ ફિલ્મ સંગમની કોપી હોવાની ચર્ચા બળવત્તરે

મુંબઈ: આલિયા ભટ્ટ , રણબીર કપૂર અને વિકી કૌશલની ફિલ્મ 'લવ એન્ડ વોર' આવતાં વર્ષના ઉત્તરાર્ધમાં રીલિઝ થવાની છે પરંતુ તે પહેલાં ફિલ્મની સતત ચર્ચા થયા કરે તે માટે પબ્લિસિટીનાં ગતકડાં ચાલુ છે. હવે આલિયા અને રણબીરના લૂકના ફોટા લીક કરી દેવાયા છે. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા અનુસાર આ ફિલ્મ રાજ કપૂરની ક્લાસિક 'સંગમ'ની રીમેક છે. હાલ વાયરલ થયેલા લૂકમાં રણબીર અને આલિયા રેટ્રો લૂકમાં દેખાય છે તે પરથી આ ચર્ચાને બળ મળ્યું છે. આલિયા ભટ્ટનો બ્લૂ ડ્રેસમાં અને રણબીર કપૂરને   વ્હાઈટ શર્ટ, પેન્ટ અને ટાઈમાં લૂક વાયરલ થયો છે. દેખીતી રીતે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળીની સંમતિ વિના સેટ પરથી ફોટા લીક થાય તે શક્ય જ નથી. તેમાં પણ રણબીર અને આલિયા જેવા સેટ પર હોય ત્યારે 'ડૂ નોટ ડિસ્ક્લોઝ' કરારનો બહુ સખ્તાઈથી અમલ કરાતો હોય છે. આમ, આ ફોટા ફિલ્મની ટીમ તરફથી જાણીજોઈને લીક કરાયા હોય તે વધારે શક્ય છે. 

બોલિવુડમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મ શૂટિંગ વખતે ભારે ગુપ્તતા જાળવવામાં આવે છે. 

સેટ પર કોઈને પણ મોબાઈલનો ઉપયોગ કરવાની છૂટ હોતી નથી. ફિલ્મના હિરો-હિરોઈનના ફર્સ્ટ લૂક જાહેર કરવા માટે મોટાપાયે ેએનાઉન્સમેન્ટ થાય છે. જોકે, બીજી તરફ કેટલાક નિર્માતાઓ ફિલ્મની પબ્લિસિટી માટે પોતાના તરફથી જ કલાકારોના લૂક તથા  સ્ટોરીની વિગતો સહિત અન્ય બાબતો લીક કરતા રહે છે.