Entertainment

'આલ્ફા' રિલીઝ થતાં જ અક્ષયની 'વેલકમ ટુ ધ જંગલ'ને મોટું નુકસાન, 7માં દિવસે થઈ સૌથી ઓછી કમાણી

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
અક્ષય કુમારની મલ્ટિસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને સિનેમાઘરોમાં 7 દિવસ પૂરા થયા છે. 6 દિવસમાં બજેટ રિકવર કરનારી આ ફિલ્મને 7મા દિવસે કલેક્શનમાં મોટો ઝટકો લાગ્યો છે. આલિયા ભટ્ટની 'આલ્ફા' રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મે 5.25 કરોડ રૂપિયાની સૌથી ઓછી કમાણી કરી, જેમાં 14.6%નો ઘટાડો જોવા મળ્યો. ફિલ્મનું કુલ કલેક્શન 92.90 કરોડ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આલ્ફા' રિલીઝ થતાં જ અક્ષયની 'વેલકમ ટુ ધ જંગલ'ને મોટું નુકસાન, 7માં દિવસે થઈ સૌથી ઓછી કમાણી

Akshay Kumar Film Box-Office Collection: અક્ષય કુમારની મલ્ટિસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને સિનેમાઘરોમાં રિલીઝ થયે 7 દિવસ પૂરા થઈ ગયા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ દુનિયાભરના બોક્સ ઓફિસ પરથી 150 કરોડ રૂપિયાનો બિઝનેસ પૂરો કરી લેશે. માત્ર 6 દિવસમાં પોતાનું બજેટ રિકવર કરનારી 34 કલાકારોની આ ફિલ્મને 7મા દિવસે કલેક્શનમાં મોટો ઝટકો લાગ્યો છે. આલિયા ભટ્ટની નવી ફિલ્મ ‘આલ્ફા’ રિલીઝ થતાં જ અક્ષય કુમારની કમાણીની સ્પીડ પર બ્રેક લાગી ગઈ છે અને ફિલ્મે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી નોંધાવી છે.

'વેલકમ ટુ ધ જંગલ' પાસે બોક્સ ઓફિસ પર એકહથ્થુ કમાણી કરવા માટે માત્ર એક જ અઠવાડિયું હતું. હવે બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આલ્ફા' અને હુમા કુરેશીની 'બેબી ડૂ ડાઇ ડૂ' રિલીઝ થઈ ચૂકી છે. આ બે મોટી ફિલ્મોના આગમનને કારણે અક્ષય કુમારની ફિલ્મના થિયેટર શો વહેંચાઈ ગયા છે અને દર્શકોની પ્રાથમિકતા પણ બદલાઈ છે.

કમાણીમાં 14.6%નો ઘટાડો

બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મે 7માં દિવસે માત્ર 5.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મના કલેક્શનમાં કુલ 14.6%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે તેના આગલા દિવસે એટલે કે 6ઠ્ઠા દિવસે ફિલ્મે 6.15 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.

એક બોક્સ ઓફિસ ટ્રેકરના અહેવાલ મુજબ, 'વેલકમ ટુ ધ જંગલ' માટે ગુરુવારે કુલ 9,917 ટિકિટો બુક થઈ હતી, જ્યારે થિયેટરોમાં ઓક્યુપેન્સી રેટ માત્ર 13% રહ્યો હતો. આ સાથે જ ફિલ્મનું ભારતીય બોક્સ ઓફિસ પર કુલ કલેક્શન 92.90 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને ફિલ્મ ભારતમાં ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 137.07 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ઓવરસીઝ માર્કેટમાંથી અક્ષયને ફાયદો

ભારતમાં ભલે કમાણી ધીમી પડી હોય, પરંતુ વિદેશમાં અક્ષય કુમારની ફિલ્મને સારો ફાયદો થઈ રહ્યો છે. વિતેલા દિવસે ફિલ્મે વિદેશી બજારોમાંથી 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેની સાથે ત્યાંનું કુલ કલેક્શન 26.45 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિદેશમાંથી મળી રહેલા સતત સપોર્ટના કારણે ફિલ્મનું ઓવરઓલ ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન હવે 110.62 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. જોકે, બે નવી ફિલ્મો સામે આવી જતાં અક્ષય કુમાર માટે આગામી દિવસો મુશ્કેલ સાબિત થઈ શકે છે.

જુઓ 'વેલકમ ટુ ધ જંગલ'નું 7 દિવસનું કલેક્શન:

દિવસ
કમાણી (કરોડ રૂપિયામાં)
પેઇડ પ્રિવ્યૂ
3.72
દિવસ 1
15.25
દિવસ 2
20.00
દિવસ 3 (રવિવાર)
24.75
દિવસ 4
8.50
દિવસ 5
9.25
દિવસ 6
6.15
દિવસ 7
5.25
કુલ કલેક્શન (ઇન્ડિયા નેટ)
92.90