અક્ષય કુમારને છે મધ્યમ વર્ગના લોકો જેવી ટેવ! બાળકો લાઈટ ચાલુ છોડે તો દોડીને કરે બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akshay Kumar's Middle Class Habits: જ્યારે પણ અક્ષય કુમાર કપિલ શર્માના શોમાં આવે છે, ત્યારે બંને વચ્ચે મજેદાર જુગલબંધી જોવા મળે છે. અક્ષય ફરી એકવાર ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માં મહેમાન બન્યો હતો. કપિલે તેને પૂછ્યું કે તમારી સૌથી મોટી એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) કેટલા રૂપિયાની છે. તો બીજી તરફ અક્ષયે જણાવ્યું કે આજે પણ જ્યારે પણ હું લાઈટ કે પંખો ચાલુ જોઉં છું તો દોડીને બંધ કરી દઉં છું. આ કંજૂસી નથી પણ બાળપણની આદત છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે હું મારા કોચને પણ ઠપકો આપી દઉં છું.
અક્ષય કુમારને છે મધ્યમ વર્ગના લોકો જેવી ટેવ
કપિલ અને અક્ષય વચ્ચે નાણાકીય બાબતોની ચર્ચા થઈ રહી હતી. કપિલે અક્ષયને પૂછ્યું કે, તમારી સૌથી મોટી એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) કેટલા રૂપિયાની છે? અક્ષયે જવાબ આપ્યો કે, 'હું તને એ તને નહીં જણાવું.' ત્યારબાદ કપિલે અક્ષયને પૂછ્યું કે શું તમારામાં કોઈ મધ્યમ વર્ગની ટેવ છે? અક્ષયે જવાબ આપ્યો કે, 'આજે પણ જો મારો દીકરો કે દીકરી પંખો કે લાઈટ ચાલુ રાખી દે છે, તો હું દોડીને તેને બંધ કરી દઉં છું. હું જાણું છું કે, તેનાથી માત્ર 2,000 રૂપિયા વધારાના જમા થઈ હશે, પણ હું મારી જાતને રોકી શકતો નથી. આ એક ટેવ છે.'
કોચને આપ્યો હતો ઠપકો
અક્ષયે કહ્યું કે, 'આજે સવારે મેં મારા કોચને પણ ઠપકો આપ્યો. મેં તેને કહ્યું હતું કે, હું રૂમમાં આવું તેની પાંચ મિનિટ પહેલા એસી ચાલુ કરવું, પણ તેણે 25 મિનિટ વહેલા એસી ચાલુ કરી દીધું. આ કંજૂસી નથી, હું આ રીતે જ મોટો થયો છું - સંસાધનોનું ધ્યાન રાખીને.'
આ પણ વાંચો: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20I માં છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ આ મામલે પાછળ
કપિલના શો નો ઉલ્લેખ
અક્ષય કુમારે આપ કી અદાલતમાં જણાવ્યું હતું કે, હું કપિલના શોમાં પૈસા પર જે મજાકમાં બોલી દઉં છું, તેનો અર્થ એ નથી કે હું મની માઈન્ડેડ છું. અક્ષયે કહ્યું કે, 'કપિલે કહ્યું, તમે ન આવ્યા.' તો મેં કહ્યું, બેટા પૈસા ન મળે તો હું કેમ આવું?' આ બધી મજાક હતી.'








