Get The App

અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20I માં છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ આ મામલે પાછળ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20I માં છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ આ મામલે પાછળ 1 - image


Abhishek Sharma Record: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025ના સુપર ફોર મેચમાં પાકિસ્તાન પર છ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો. રવિવારે (21મી સપ્ટેમ્બર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે 18.5 ઓવરમાં હાંસલ કરી લીધો. પાકિસ્તાન સામેની સુપર 4 મેચમાં ભારતની જીતનો હીરો ઓપનિંગ બેટર અભિષેક શર્મા હતો. પ્લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ માત્ર 39 બોલ રમીને 74 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન અભિષેક શર્માએ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

અભિષેકે વેસ્ટઇન્ડીઝના ઈવિન લુઇસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

અભિષેક શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બોલની દ્રષ્ટિએ 50 છગ્ગા ફટકારનાર સૌથી ઝડપી બેટર બન્યો. તેણે આ સિદ્ધિ માત્ર 331 બોલમાં મેળવી. તેણે વેસ્ટ ઇન્ડીઝના ઈવિન લુઇસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, જેમણે 366 બોલમાં 50 છગ્ગા ફટકાર્યા હતા. આન્દ્રે રસેલ (વેસ્ટઇન્ડીઝ) ત્રીજા, હઝરતુલ્લાહ ઝાઝાઈ (અફઘાનિસ્તાન) ચોથા અને સૂર્યકુમાર યાદવ (ભારત) પાંચમા ક્રમે છે. નોંધનીય છે કે, અભિષેક શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 350થી ઓછા બોલમાં 50 છગ્ગા ફટકારનાર પહેલો બેટર છે.


અભિષેક શર્માએ યુવરાજ સિંહને પાછળ છોડી દીધો

ભારતીય બેટર અભિષેક શર્મા પાકિસ્તાન સામે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટર બની ગયો છે. 24 બોલમાં અડધી સદી ફટકારીને અભિષેકે તેના માર્ગદર્શક યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો. યુવરાજે 2012માં અમદાવાદ T20માં પાકિસ્તાની ટીમ સામે 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ મોહમ્મદ હફીઝના નામે છે. હાફીઝે 2012માં અમદાવાદમાં 23 બોલમાં અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો: VIDEO: પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત, બંદૂક ચલાવતી સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતાં વિવાદ


ભારત-પાકિસ્તાન મેચમાં સૌથી ઝડપી અડધી સદી

•23 બોલ - મોહમ્મદ હફીઝ, અમદાવાદ 2012

•24 બોલ - અભિષેક શર્મા, દુબઈ 2025

•29 બોલ - યુવરાજ સિંહ, અમદાવાદ 2012

•32 બોલ - ઇફ્તિખાર અહેમદ, મેલબોર્ન 2022

•33 બોલ - મિસ્બાહ-ઉલ-હક, ડરબન 2007

25 વર્ષીય અભિષેક શર્માએ ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 21 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન, તેણે 35.40ની સરેરાશ અને 197.21ના સ્ટ્રાઈક રેટથી 708 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. ડાબા હાથના આ બેટરે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 53 છગ્ગા અને 63 ચોગ્ગા ફટકાર્યા છે.

Tags :