Get The App

અક્ષય કુમાર સાઈફાઈ એલિયન થ્રીલર ફિલ્મ સમુકમાં

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
અક્ષય કુમાર સાઈફાઈ એલિયન થ્રીલર ફિલ્મ સમુકમાં 1 - image

- વિપુલ અમૃતલાલ શાહ આ ફિલ્મ બનાવશે

- હોલિવુડના બે નિષ્ણાતો લ્યુક ટુમ્બર અને એલેક ગિલ્સ આ પ્રોજેક્ટ સાથે જોડાશે

મુંબઈ: અક્ષય કુમારે એલિયન પરની નવી એલિયન સાઈફાઈ થ્રીલર ફિલ્મ 'સમુક'ની જાહેરાત કરી છે. તે આ  ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે  અને સાથે સાથે સહ નિર્માતા તરીકે પણ જોડાશે. 

ફિલ્મના નિર્મતા તરીકે વિપુલ અમૃતલાલ શાહ છે. જ્યારે કનિષ્ક વર્મા તેનું દિગ્દર્શન કરવાના છે. 

બોલિવુડમાં એલિયન પરની આ પહેલી ફિલ્મ હશે તેવો દાવો થઈ રહ્યો છે. એવો પણ દાવો કરાયો છે કે આ ફિલ્મની વાર્તા તથા એલિયન કેરેક્ટર બિલકૂલ ઓરિજિનલ હશે અને તેમાં કોઈ હોલિવુડ ફિલ્મની નકલ નહીં હોય. 

આ ફિલ્મ સાથે હોલિવુડના બે નિષ્ણાતો પણ જોડાવાના છે. 'મિશન ઈમ્પોસીબલ' જેવી ફિલ્મો માટે કામ કરી ચૂકેલા લ્યુક ટયુમ્બર ફિલ્મમાં સ્ટન્ટ કો  ઓર્ડિનેટર તરીકે જોડાશે. 

બીજી તરફ 'એલિયન' ફ્રેન્ચાઈઝ ફિલ્મો સાથે  જોડાયેલા ક્રિએટર ઈફેક્ટસ નિષ્ણાત એલેક ગિલ્સ પણ આ પ્રોજેક્ટમાં સામેલ થઈ રહ્યા છે.