Entertainment

અક્ષય કુમાર અને સૈફ અલીની ફિલ્મ હેવાનની બોક્સ ઓફિસ પર ઠંડી ઓપનિંગ

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ 'હેવાન' બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મ ઓપનિંગ ડે પર માત્ર ૩ કરોડ રૂપિયા જ કમાઈ શકી. 'મિર્જાપુર ધ મૂવી' અને 'હનુમાન અંશ' જેવી ફિલ્મોને કારણે દર્શકો વહેંચાઈ ગયા અને 'હેવાન'ને ઠંડો પ્રતિસાદ મળ્યો. એડવાન્સ બુકિંગ પણ નબળું હતું, જેનાથી નિર્માતાઓને નિરાશા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય કુમાર અને સૈફ અલીની ફિલ્મ હેવાનની બોક્સ ઓફિસ પર ઠંડી ઓપનિંગ
  • ફિલ્મ મિર્જાપુર ધ મુવી આ ફિલ્મ કાચી પડી

મુંબઈ : અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની હેવાનની રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ જોવા મળ્યો છે. આ ફિલ્મ ઓપનિંગ ડે પર રૂપિયા પાંચ કરોડનો વ્યવસાય પણ કરી શકી નથી. આમ થવાનું કારણ મિર્જાપુર ધ મૂવી અને હનુમાન અંશ ફિલ્મ હોવાનું જણાઇ રહ્યું છે. આ ફિલ્મો જોવા થિયેટરોમાં ભીડ ઊમટી રહી છે અને અક્ષયની ફિલ્મને ઠંડો પ્રતિસાદ મળ્યો.
ચર્ચા એવી પણ છે કે મિર્જાપુર ધ મૂવી અને હનુમાન અંશે હિંદી માર્કેટ માં પણ દર્શકોના ભાગલા પડી ગયા છે. પરિણામે હેવાનને ઓપનિંગ ડે પર કમાણી કરવાની તક જ મળી નથી. અક્ષય અને સૈફ અલી ખાન ફિલ્મ હેવાન શુક્રવારે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી.ફિલ્મ હેવાનનું એડવાન્સ બુકિંગ પણ નબળું હતું. રિલીઝ થયા પછી ફિલ્મના રિવ્યુ પણ મિશ્રિત આવ્યા હતા. એક રિપોર્ટના અનુસાર હેવાન ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ફક્ત ૩ કરોડ રૂપિયાની જ કમઆણી કરી છે. ભૂત બંગલા ફિલ્મની સફળતા પછી અક્ષય અને પ્રિયદર્શનની આ જોડી ક્રાઇમ થ્રિલર માટે સાથે જોવા મળી હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે તેવી લોકોને આશા હતી પરંતુ આ ફિલ્મે દર્શકોને નિરાશ કર્યા હતા.