Entertainment

અક્ષય કુમાર અને આર. માધવનની નવી કોમેડી ફિલ્મ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અક્ષય કુમાર અને આર. માધવન ૧૪ વર્ષ પછી ફરી એકસાથે સાજિદ ખાનની કોમેડી ફિલ્મમાં જોવા મળશે. એકતા કપૂર નિર્મિત આ મોટા પ્રોજેક્ટમાં દિશા પટણી અને શ્રિયા સરન પણ છે. મધ્યમ વયના પુરુષો પર આધારિત આ કોમેડી ઓફ એરર્સ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં લંડનમાં શરૂ થશે. માધવન પહેલીવાર હાસ્ય ભૂમિકામાં દેખાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય કુમાર અને આર. માધવનની નવી કોમેડી ફિલ્મ

મુંબઈ : અક્ષય કુમાર અને આર માધવન દિગ્દર્શક સાજિદ ખાનની આગામી અનામી કોમેડી ફિલ્મ માટે ફરી એકસાથે આવી રહ્યા છે. 'હાઉસફુલ ટુ' પછી લગભગ ૧૪ વર્ષ બાદ આ બંને કલાકારો હળવા અંદાજમાં સ્ક્રીન શેર કરશે. અગાઉ ગંભીર ભૂમિકામાં આમને-સામને જોવા મળેલા આ કલાકારો આ વખતે એક જ પક્ષે રહીને દર્શકોને ભરપૂર હસાવશે.
આ ફિલ્મ મધ્યમ વયના પુરુષો પર આધારીત એક મજેદાર કોમેડી ઓફ એરર્સ હશે, જેને ખૂબ મોટા પાયે બનાવવામાં આવી રહી છે.
એકતા કપૂર નિર્મિત આ મનોરંજક પ્રોજેક્ટમાં દિશા પટણી અને શ્રિયા સરન મુખ્ય અભિનેત્રીઓ તરીકે જોવા મળશે. માધવન આ ફિલ્મમાં અગાઉ ક્યારેય ન ભજવી હોય તેવી અનોખી હાસ્ય ભૂમિકા નિભાવશે.
આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં લંડનમાં શરૂ થવાની સંભાવના છે.
અક્ષય પોતાની અન્ય ફિલ્મો પૂર્ણ કર્યા પછી એનું શેડયુલ શરૂ કરશે, જ્યારે સાજિદ ખાન હાલના પ્રોજેક્ટ પછી નિર્દેશન સંભાળશે. બંને જાણીતા કલાકારોની જોડી દર્શકો માટે હાસ્ય અને મનોરંજનની એક શાનદાર ભેટ બની રહેશે.