Entertainment
અહાન શેટ્ટીએ સનકી ફિલ્મ ટાઈટલના હક્કો મેળવ્યા
By GS Team
23 Apr 20261 min read

- અગાઉ સાજિદ નડિયાદવાળા ફિલ્મ બનાવવાનો હતો
- હવે અહાન ડાયરેક્ટર ટીનુ દેસાઈ સાથે પોતે નવી એક્શન ફિલ્મ બનાવશે
મુંબઇ : સાજિદ નડિયાદવાળા અગાઉ 'સનકી' ફિલ્મ બનાવવાનો હતો. પરંતુ કોઈ કારણોસર તે પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો. હવે અહાન શેટ્ટીએ આ ટાઈટલના હક્કો તેની પાસેથી મેળવી લીધા છે.
અહાન પોતે આ એક્શન ફિલ્મ બનાવે તેવી શક્યતા છે. ટિનુ દેસાઈ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. ફિલ્મની કાસ્ટ વિશે હજુ નિર્ણય લેવાયો નથી. મૂળ પ્લાન પ્રમાણે સાજિદની ફિલ્મમાં પૂજા હેગડે કામ કરવાની હતી. 'બોર્ડર ટુ' સફળ થયા બાદ અહાનને પોતે એક્શન હિરો બની શકે છે તેવો ભરોસો બેઠો છે તેથી તેણે આ ફિલ્મ પ્રોજેક્ટમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.




