Entertainment

સલમાન, રોહિત શેટ્ટી બાદ હવે આમિરના ઘરે પણ પોલીસ બંદોબસ્ત

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં બોલીવુડ અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપવાના આરોપસર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત ધમકી મળી છે. આ વોઈસ ક્લિપ બહાર આવતા મુંબઈ પોલીસે બાંદ્રા વેસ્ટમાં તેમના નિવાસસ્થાન બહાર સુરક્ષા વધારી દીધી છે. જોકે, આમિર ખાન હાલ વિદેશમાં છે અને પોલીસે હજુ વોઈસ ક્લિપની સત્યતાની પુષ્ટિ કરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન, રોહિત શેટ્ટી બાદ હવે આમિરના ઘરે પણ પોલીસ બંદોબસ્ત

મુંબઈ: બોલીવુડ એક્ટર આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ 'લવે જેહાદ'ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત ધમકી આપવામાં આવી હતી.આ બાબતની વોઈસ ક્લિપ બહાર આવ્યા બાદ મુંબઈ પોલીસે બાંદ્રા વેસ્ટમાં આવેલા પાલી હિલ સ્થિત તેના નિવાસસ્થાન બહાર સુરક્ષા વધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે હાલ આમિર ખાન ખુદ વિદેશ પ્રવાસે છે.
આ બાબતે પોલીસ સૂત્રોનુસાર હજી સુધી વોઈસ ક્લિપ કે સોશિયલ મીડિયા પોસ્ટની સવિતા બાબતે કોઈ પુષ્ટિ થઈ નથી. મુંબઈના પોલીસ કમિશનર દેવેને ભારતીએ કહ્યું હતું કે અમે સોશિયલ મીડિયા પોસ્ટ અને વોઈસ ક્લિપની સત્યતાની ચકાસણી કરી રહ્યા છીએ.
શનિવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે આમિર ખાનને લોરેન્સ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી છે. ગૌરી સ્પ્રેટ સાથે પાંચમી જુલાઈના થયેલા તેના લગ્નને 'લવ જેહાદ' તરીકે વર્ણવવામાં આવ્યા છે. લોરેન્સ ગેંગ તરફથી એક પત્ર અને ઓડિયો નોટ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે 'આમિર ખાન જેવા લોકો આપણા દેશમાં લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે તેને સહન કરીશું નહીં. તેની સામે ટૂંક સમયમાં જ બદલો લેવામાં આવશે. આ આપણે સનાતન ધર્મ અને દેશની વિરુધ્ધ છે. સ્ટારડમના નામે આને પ્રોત્સાહન આપનારાઓનો શ્વાસ અમે દબાવી દેશું.'
મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે કહ્યું હતું કે સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ જરૂરત મુજબ આમિર ખાનની સુરક્ષા વધારવામાં આવી છે. જોકે અભિનેતા દ્વારા હજી પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના નિવાસસ્થાન બહાર ફાયરિંગ તથા ધમકીઓ બાદ તેના બંગલા બહાર પણ પોલીસ ખડકાઈ છે. એ જ રીતે બાંદ્રામાં સલમાનનાં ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયા બાદ ત્યાં પણ કાયમી ધોરણે પોલીસ ખડકી દેવામાં આવી છે.