Entertainment

આર્થિક તંગીમાં ફસાયેલા અભિનેતા શરદ કપૂરના કરિયરમાં પલટો, હોલિવૂડથી ફિલ્મની ઓફર મળી

By GS Team
15 Nov 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા શરદ કપૂરને હોલિવૂડ ફિલ્મની ઓફર મળી છે. તેઓ જાન્યુઆરીમાં તેનું શૂટિંગ શરૂ કરશે. તાજેતરમાં, કામ માંગતો તેમનો વીડિયો વાયરલ થયો હતો, જેના પછી તેમને આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બાર્સેલોનામાં ફૂટબોલ રમતી વખતે પગમાં ઈજા થતાં તેમને પોતાના 4 પાલતું કૂતરાઓને પણ એનિમલ શેલ્ટરમાં રાખવા પડ્યા હતા. હવે તેઓ બોલિવૂડમાં પણ કામ ચાલુ રાખશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્થિક તંગીમાં ફસાયેલા અભિનેતા શરદ કપૂરના કરિયરમાં પલટો, હોલિવૂડથી ફિલ્મની ઓફર મળી

Sharad Kapoor Hollywood Film Offer : બોલિવૂડ એક્ટર શરદ કપૂર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તાજેતરમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે કામ માગતા જોવા મળ્યા હતા. તેમની આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓની ચર્ચા વચ્ચે હવે એક્ટરે ખુશખબર આપી છે. શરદ કપૂરે ખુલાસો કર્યો છે કે તેમને હોલિવૂડની એક ફિલ્મ ઓફર થઈ છે અને તેઓ જાન્યુઆરીમાં તેનું શૂટિંગ શરૂ કરવાના છે. આ સાથે તેઓ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરતા રહેશે. શાહરૂખ ખાનની ફિલ્મ 'જોશ'માં કામ કરી ચૂકેલા શરદ કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ઇન્ડસ્ટ્રીના લોકો પાસે કામ માગ્યું હતું. તેમની તબિયત સારી ન હોવાને કારણે તેમને પોતાના ચાર પાલતું કૂતરાઓને પણ એનિમલ શેલ્ટરમાં રાખવાની ફરજ પડી હતી. તેમનો વીડિયો વાયરલ થયા બાદ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)એ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શરદ કપૂરને કામ આપવાની અપીલ કરી હતી.

શા માટે કૂતરાઓને એનિમલ શેલ્ટરમાં રાખવા પડ્યા?

એક ઇન્ટરવ્યૂમાં શરદ કપૂરે પોતાની તબિયત અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ ફૂટબોલ રમવા માટે બાર્સેલોના ગયા હતા. ત્યાં રમતી વખતે બીજા ખેલાડીના પગ સાથે તેમનો પગ અથડાતાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેમના માટે ચારેય પાલતું કૂતરાઓની સંભાળ રાખવી મુશ્કેલ બની ગઈ હતી. કૂતરાઓને દરરોજ બહાર ફરવા લઈ જવા અને તેમની યોગ્ય કાળજી રાખવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં પોતાની શારીરિક તકલીફને કારણે તેઓ તેમની જવાબદારી નિભાવી શકતા નહોતા. શરદે જણાવ્યું કે ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આગામી બે મહિનામાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને ફરી પહેલાંની જેમ ફિટ થઈ શકશે. ત્યારબાદ તેઓ પોતાના ચારેય કૂતરાઓને પણ ઘરે પરત લાવવા માગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનિમલ શેલ્ટરમાં રાખવાનો નિર્ણય માત્ર કામચલાઉ વ્યવસ્થા છે.

કામ માગતા વાયરલ વીડિયો અંગે શું કહ્યું?

શરદ કપૂરે પોતાના વાયરલ વીડિયો અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે આ વીડિયો બનાવવાનો હેતુ કોઈની પાસે પૈસાની મદદ માગવાનો નહોતો. સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની સાથે કામ કરતા લોકોની ટીકા કરવાનો પણ તેમનો કોઈ ઇરાદો નહોતો. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લાં સાત વર્ષથી ન્યૂયોર્કમાં રહેતા હતા અને એક વર્ષ પહેલાં જ ભારત પાછા આવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના ઘણા લોકો પોતાના પરિવાર જેવા છે. તેમને પૈસાની મદદની જરૂર નથી અને તેમણે ક્યારેય પૈસા માટે કોઈ પ્રોજેક્ટમાં કામ કરવાનું પસંદ કર્યું નથી.

જાન્યુઆરીથી હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ કરશે

આ તમામ મુશ્કેલીઓ વચ્ચે શરદ કપૂરે પોતાના આગામી પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે તેમને હોલિવૂડની એક ફિલ્મની ઓફર મળી છે, જેનું શૂટિંગ તેઓ જાન્યુઆરીમાં શરૂ કરશે. આ સાથે તેઓ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે. શરદે કહ્યું કે ભારત તેમનો દેશ છે અને તેઓ અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહેશે. આગામી બે મહિનામાં ઈજામાંથી સંપૂર્ણ સાજા થયા બાદ તેમનું જીવન ફરી સામાન્ય થઈ જશે તેવી તેમને આશા છે.