Entertainment

Toxic Movie Review: યશનો ધમાકેદાર સ્વેગ કે KGFનો હેંગઓવર? 4 વર્ષ બાદ આવેલી ફિલ્મ કેવી છે?

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
'KGF 2'ની સફળતા બાદ યશ 'ટોક્સિક' ફિલ્મથી મોટા પડદે પાછા ફર્યા છે. ગીતુ મોહનદાસ નિર્દેશિત આ એક્શન-ડ્રામા ફિલ્મની 9 લાખથી વધુ ટિકિટો એડવાન્સમાં વેચાઈ હતી. આઝાદી પછીના ગોવાના માફિયા જગત પર આધારિત આ ફિલ્મમાં યશ ડબલ રોલમાં છે. જોકે, કેટલાક દર્શકોને વાર્તા અને સ્ક્રીનપ્લે નબળા લાગ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Toxic Movie Review: યશનો ધમાકેદાર સ્વેગ કે KGFનો હેંગઓવર? 4 વર્ષ બાદ આવેલી ફિલ્મ કેવી છે?
IMAGE - IANS

Yash's 'Toxic' Movie Review: 'KGF 2'ની ભવ્ય સફળતા બાદ સાઉથ સુપરસ્ટાર યશ 'ટોક્સિક: એ ફેયરી ટેલ ફોર ગ્રોન-અપ્સ' ફિલ્મ દ્વારા મોટા પડદે પરત ફર્યો છે. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ એક્શન-ડ્રામા ફિલ્મની એડવાન્સ બુકિંગ ખૂબ જ રોકેટ ગતિએ થઈ હતી, જેના કારણે રિલીઝ પહેલા જ 9 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ હતી. આઝાદી પછીના ગોવાના માફિયા જગત પર આધારિત આ ફિલ્મમાં યશ ગેંગસ્ટર રાયા અને તેના પુત્ર રૂમીના ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. તેની સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી અને તારા સુતારિયા જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.

સ્ટાઇલિશ એક્શન અને પ્રોડક્શન ડિઝાઇનની પ્રશંસા

ફિલ્મની શરૂઆતી સ્ક્રીનિંગ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દર્શકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. ઘણા યુઝર્સે ફિલ્મના ભવ્ય સ્કેલ, ટેકનિકલ ક્વોલિટી, પ્રોડક્શન ડિઝાઇન અને યશની સ્ક્રીન પ્રેઝન્સના જોરદાર વખાણ કર્યા છે. ખાસ કરીને ફિલ્મમાં સર્કસ બેકડ્રોપવાળો ફાઇટ સીન, સ્ટાઇલ, ગ્લેમર અને યશ-કિયારા વચ્ચેના સીન્સને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

વાર્તા અને સ્ક્રીનપ્લેથી દર્શકોમાં નિરાશા

બીજી તરફ, કેટલાક દર્શકોએ ફિલ્મની નબળી વાર્તા અને ઉતાવળિયા સ્ક્રીનપ્લે પર સવાલો ઊભા કર્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ વિખરાયેલો અને કંટાળાજનક છે. આ ઉપરાંત, ફિલ્મ પર 'KGF'નો ખૂબ જ વધુ પ્રભાવ જોવા મળે છે, જેના કારણે પાત્રો સાથે કોઈ ઈમોશનલ કનેક્ટ અનુભવાતું નથી. એક્શન સીન્સમાં મોકોબૉટ (Mocobot)નો વધુ પડતો ઉપયોગ અને નિરાશાજનક બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લોકોને ખાસ પસંદ પડ્યું નથી.

500થી 600 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મ વિશે મોટા ભાગના યુઝર્સનું માનવું છે કે માત્ર યશના સ્ટારડમ અને એક્શન સિવાય ફિલ્મની સ્ટોરીલાઇન નબળી સાબિત થઈ છે. હવે જોવાનું એ રહેશે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પહેલા દિવસે કેવો રિસ્પોન્સ મેળવે છે.