Entertainment

વિમ્બલ્ડન ફાઈનલમાં હોલિવૂડના 'લોકી' સાથે દેખાઈ બોલિવૂડની સુંદરી, VIDEO જોઈને ફેન્સ ચોંક્યા

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા લંડનમાં વિમ્બલ્ડન 2026ની ફાઇનલ જોવા પહોંચી હતી. ત્યાં તેની મુલાકાત હોલિવૂડ સુપરસ્ટાર ટોમ હિડલસ્ટન સાથે થઈ. બંનેએ સ્ટાઇલિશ લુકમાં એકબીજા સાથે વાતચીત કરી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. ઉર્વશીએ આ મુલાકાતને યાદગાર ગણાવી, પણ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી છે. કેટલાક યુઝર્સે ટોમ અસહજ હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વિમ્બલ્ડન ફાઈનલમાં હોલિવૂડના 'લોકી' સાથે દેખાઈ બોલિવૂડની સુંદરી, VIDEO જોઈને ફેન્સ ચોંક્યા

Urvashi Rautela Tom Hiddleston: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની વૈભવી જીવનશૈલી માટે જાણીતી છે અને તેની ઝલક તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દુનિયાના તમામ મોટા અને પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાં ઉર્વશી અચૂક હાજરી આપે છે. હાલમાં જ તે લંડનમાં રમાયેલા વિમ્બલ્ડન 2026ના ફાઇનલ મુકાબલાની સાક્ષી બનવા પહોંચી હતી. આ દરમિયાન લંડનના ઐતિહાસિક સ્ટેડિયમમાં ઉર્વશીની મુલાકાત હોલિવૂડના સુપરસ્ટાર અને માર્વેલ સિનેમેટિક યુનિવર્સના પ્રખ્યાત પાત્ર 'લોકી' (Loki)નું પાત્ર ભજવનાર અભિનેતા ટોમ હિડલસ્ટન સાથે થઈ હતી.

ટોમ હિડલસ્ટનની ભારતમાં પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આવી સ્થિતિમાં જ્યારે આ બંને સેલેબ્સ સામસામે આવ્યા અને તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ, ત્યારે આ ક્ષણ સોશિયલ મીડિયા પર જોતજોતામાં ચર્ચાનો વિષય બની ગઈ.

મેચમાં બંને કલાકારોનો સ્ટાઇલિશ લુક, ઉર્વશીએ વ્યક્ત કરી ખુશી

વિમ્બલ્ડનના ફાઇનલમાં ઉર્વશી રૌતેલાએ આકર્ષક પીળા રંગનું આઉટફિટ પહેર્યું હતું અને તેના હાથમાં ટેનિસ બોલ જેવી જ કોઈ ખાસ વસ્તુ જોવા મળી હતી. બીજી તરફ, હોલિવૂડ એક્ટર ટોમ બ્લુ-ડેનિમ શૂટમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. વીડિયોમાં બંને વચ્ચે કોઈ ગંભીર ચર્ચા થતી જોવા મળી રહી છે, જેમાં ઉર્વશીના ચહેરા પર ટોમને મળવાની ખુશી સાફ જોઈ શકાતી હતી. ઉર્વશી ટોમ સાથે ખૂબ જ ઉત્સાહથી વાત કરી રહી હતી અને ટોમ પણ તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

ઉર્વશીએ આ ખાસ મુલાકાતને યાદગાર ગણાવતા સોશિયલ મીડિયા પર લખ્યું, 'એક એવી યાદગાર સાંજ, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. વિમ્બલ્ડન 2026ના ફાઇનલમાં જૈનિક સિનર અને અલેક્ઝાન્ડર ઝ્વેરેવ વચ્ચે શાનદાર મેચ જોવાની તક મળી. દુનિયાના આ આઇકોનિક ટેનિસ સ્ટેજ પર આ મેચ જબરદસ્ત રહી. આ સુંદર બપોર જાણીતા અભિનેતા ટોમ હિડલસ્ટન સાથે વિતાવવી એ પણ મારા માટે ખૂબ જ ખાસ અનુભવ હતો.'

મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલા થઈ ભારે ટ્રોલ

આ વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ઉર્વશી રૌતેલાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં અભિનેત્રીની મજાક ઉડાવતા લખ્યું કે, ટોમ હિડલસ્ટન તેનાથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો છતાં ઉર્વશી સતત તેની સાથે વાત કરી રહી હતી. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે માર્વેલ એક્ટર ઉર્વશી સાથે ચાલવામાં અસહજ અનુભવી રહ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા છેલ્લે જિયો હોટસ્ટારની પ્રખ્યાત વેબ સીરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2'માં મહત્ત્વના રોલમાં જોવા મળી હતી.