Toxic Box Office: પહેલા જ દિવસે કમાણી રૂ. 140 કરોડને પાર! અનેક રેકોર્ડ તોડ્યા; કન્નડ કરતાં હિન્દીમાં વધુ ક્રેઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Toxic Collection: દિગ્ગજ સાઉથ એક્ટર યશની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ટોક્સિક' 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં ઓપનિંગ ડે પર જ ₹100 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન ₹140 કરોડથી વધુ થઈ ગયું છે. KGF 2ની રિલીઝના ચાર વર્ષ બાદ 'ટોક્સિક' દ્વારા સ્ક્રીન પર વાપસી કરનાર યશે દેશમાં સૌથી મોટી ઓપનિંગ મેળવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતમાં ₹101.10 કરોડનું નેટ કલેક્શન અને ભાષાવાર કમાણી
મીડિયા રિપોર્ટ મુજબ, 'ટોક્સિક' દેશભરમાં 24,579 શોઝ પર રિલીઝ થઈ હતી. ફિલ્મે પ્રથમ દિવસે ભારતમાં ₹120.75 કરોડનું ગ્રોસ અને ₹101.10 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ RRR પછી 'ટોક્સિક' એવી બીજી નોન-સીક્વલ ફિલ્મ બની ગઈ છે જેણે પ્રથમ દિવસે ₹100 કરોડથી વધુ કમાણી કરી હોય. મૂળ કન્નડ ભાષાની આ ફિલ્મે હિન્દી વર્ઝનમાં સૌથી વધુ ₹55 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ઉપરાંત કન્નડમાં ₹23.30 કરોડ, તેલુગુમાં ₹16 કરોડ, તમિલમાં ₹5.50 કરોડ અને મલયાલમમાં ₹1.30 કરોડની કમાણી નોંધાઈ છે.
વર્લ્ડવાઈડ કલેક્શન અને A-રેટેડ ફિલ્મોનો રેકોર્ડ
વિદેશી માર્કેટમાંથી (ઓવરસીઝ) પ્રથમ દિવસે ₹20 કરોડનું ગ્રોસ કલેક્શન મળતા જ વર્લ્ડવાઈડ ઓપનિંગ ડે કલેક્શન ₹140.75 કરોડ થઈ ગયું છે. વર્લ્ડવાઈડ કમાણીમાં આ ફિલ્મે 'જવાન' અને 'આદિપુરુષ' જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ઉપરાંત, સેન્સર બોર્ડ તરફથી A સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મોમાં પ્રથમ દિવસે ₹100 કરોડથી વધુ કમાણી કરવામાં 'ટોક્સિક' બીજા ક્રમે (ધુરંધર 2 બાદ) આવી ગઈ છે. એડવાન્સ બુકિંગમાં જ વર્લ્ડવાઈડ ₹85 કરોડનું ગ્રોસ કલેક્શન થઈ ચૂક્યું હતું.
રૂ. 500 કરોડનું બજેટ અને ગેંગસ્ટર-એક્શન ડ્રામા
આ રૂ. 500 કરોડના બજેટમાં બનેલી એક ગેંગસ્ટર-એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં યશ ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. યશની સાથે ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા, રૂકમણી વસંત, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર મુખ્ય ભૂમિકામાં છે. જો યશની આગામી ફિલ્મ 'રામાયણમ્' પણ આ જ રીતે રિલીઝના પહેલા દિવસે ₹100 કરોડની કમાણી કરી લેશે, તો યશ સતત ત્રણ ફિલ્મોમાં ₹100 કરોડની ઓપનિંગ આપનારા પહેલો એક્ટર બની જશે.




