Entertainment

પહેલી ફિલ્મમાંથી હાંકી કઢાયા, પછી રચ્યો ઇતિહાસ: આશા પારેખના જન્મદિવસે જાણો સંઘર્ષની કહાણી

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર, 1942ના રોજ મુંબઈમાં થયો હતો. તેમને બાળપણથી જ નૃત્યનો શોખ હતો. વિજય ભટ્ટે ફિલ્મમાંથી કાઢી મૂક્યા બાદ નાસિર હુસેનની 'દિલ દેકે દેખો'થી તેઓ સ્ટાર બન્યા. તેમને 'પદ્મ શ્રી', ફિલ્મફેર અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલી ફિલ્મમાંથી હાંકી કઢાયા, પછી રચ્યો ઇતિહાસ: આશા પારેખના જન્મદિવસે જાણો સંઘર્ષની કહાણી
IMAGE - IANS

Asha Parekh early life: બોલિવૂડના જાણીટા અભિનેત્રી આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર, 1942ના રોજ મુંબઈના સાંતાક્રૂઝમાં થયો હતો. તેમને બાળપણથી જ નૃત્યનો ભારે શોખ હતો અને તેમણે કથક તથા ભરતનાટ્યમની તાલીમ પણ લીધી હતી. તેમની નૃત્ય કળાથી પ્રભાવિત થઈને દિગ્દર્શક બિમલ રોયે તેમને 'બાપ બેટી' ફિલ્મમાં બાળ કલાકાર તરીકે તક આપી હતી. જોકે, તેમના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને વિજય ભટ્ટની ફિલ્મ 'ગુંજ ઉઠી શહેનાઈ'માં હિરોઈન તરીકે સાઇન કરવામાં આવ્યા અને તેમને માત્ર 11 રૂપિયા સાઇનિંગ અમાઉન્ટ તરીકે મળ્યા હતા.

'સ્ટાર મટીરિયલ નથી' કહીને ફિલ્મમાંથી બહાર કાઢ્યા

આશા પારેખ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ થોડા દિવસોની શૂટિંગ પછી તેમને એવું કહીને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા કે તેઓ 'સ્ટાર મટીરિયલ' નથી. તે સમયે આ રિજેક્શન તેમના માટે એક મોટો આઘાત હતો, પરંતુ આ ઘટનાએ તેમની કિસ્મત હંમેશા માટે બદલી નાખી. થોડા જ સમય પછી ફિલ્મમેકર નાસિર હુસેને તેમને 'દિલ દેકે દેખો' ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યા. શમ્મી કપૂર સાથેની આ ફિલ્મ 1959માં રિલીઝ થઈ અને સુપરહિટ સાબિત થઈ, જેનાથી આશા પારેખ રાતોરાત સ્ટાર બની ગયા.

આશા પારેખ હિન્દી સિનેમાની સફર

1960 અને 1970ના દાયકામાં આશા પારેખ હિન્દી સિનેમાના અગ્રણી અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા. 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'તીસરી મંઝિલ', 'લવ ઇન ટૉક્યો', 'મેરે સનમ', 'આયે દિન બહાર કે', 'ઉપકાર', 'કટી પતંગ', 'આન મિલો સજના', 'કારવાં' અને 'મેરા ગાંવ મેરા દેશ' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં તેમના અભિનયને ભારે લોકપ્રિયતા મળી. 'કટી પતંગ' ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો.

નિર્માતા, નિર્દેશક અને સેન્સર બોર્ડના અધ્યક્ષ પદે સેવાઓ

અભિનય ઉપરાંત આશા પારેખે નિર્માતા અને નિર્દેશક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે ટેલિવિઝન જગતમાં પણ ઝંપલાવ્યું અને ગુજરાતી સિરિયલ 'જ્યોતિ'નું દિગ્દર્શન કર્યું. તેઓ 'સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન' (CINTAA)ના અધ્યક્ષ રહ્યા અને 1998થી 2001 સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ)ના અધ્યક્ષ પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યા.

દેશના સર્વોચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા

તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને 1992માં 'પદ્મ શ્રી'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2002માં તેમને ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ મળ્યો અને ભારત સરકાર દ્વારા તેમને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એવા 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' (2020)થી નવાજવામાં આવ્યા હતા.