Entertainment

એક જ ઓરડામાં 50-60 લોકો રહેતા અને ત્યાં જ બાથરૂમ..., સલમાન ખાને પહેલીવાર જણાવ્યો જેલનો અનુભવ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
સલમાન ખાન પોતાના ભાઈ સોહેલ ખાનને સપોર્ટ કરવા 'એલાયન્સ' શોમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જેલના દિવસો યાદ કરતા કહ્યું કે, નાના રૂમમાં 50-70 લોકો સાથે એક જ બાથરૂમ હતું, જેની સ્થિતિ ખૂબ ખરાબ હતી. 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાનને 4 વખત જેલમાં રહેવું પડ્યું હતું, જ્યાં તેમણે લગભગ 18 દિવસ વિતાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

એક જ ઓરડામાં 50-60 લોકો રહેતા અને ત્યાં જ બાથરૂમ..., સલમાન ખાને પહેલીવાર જણાવ્યો જેલનો અનુભવ

Salman Khan in Alliance: સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન હાલમાં રિયાલિટી શો 'એલાયન્સ'નો કન્ટેસ્ટન્ટ્સ છે. એક મુશ્કેલ સપ્તાહ બાદ તેને સપોર્ટ કરવા માટે સલમાન ખાન શોમાં એન્ટ્રી કરે છે. તાજેતરના એપિસોડના સામે આવેલા એક વીડિયોમાં સલમાને જેલમાં વિતાવેલા સમયને યાદ કરીને કેટલીક વાતો શેર કરી.

સલમાન ખાને જેલના દિવસો યાદ કર્યા

સલમાન ખાને કહ્યું કે, 'ઘણા વર્ષો પહેલા જ્યારે હું જેલમાં ગયો હતો, ત્યારે અમારી સામે લોખંડના સળિયા હતા. એક નાના રૂમમાં 50-60-70 લોકો રહેતા હતા અને ત્યાં એક જ બાથરૂમ હતું, ઈન્ડિયન સ્ટાઇલ કમોડ, ક્યારેક-ક્યારેક ત્યાં ગરોળીઓ પણ આવી જતી હતી અને સ્થિતિ એટલી ખરાબ હતી કે ગંદકી ઉપર સુધી ભરેલી રહેતી હતી.'

તમને જણાવી દઈએ કે, 1998ના કાળિયાર શિકાર અને ચિંકારા શિકાર કેસમાં સલમાન ખાનને કુલ ચાર વખત જેલ અથવા કસ્ટડીમાં રહેવું પડ્યું હતું, જેમાં તેણે લગભગ 18 દિવસનો સમય જેલમાં વિતાવ્યો હતો.

મને કોઈ ચિંતા નહોતી

આ પહેલાં 2008માં આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ સલમાને પોતાના જેલના અનુભવ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'હું બિલકુલ શાંત હતો, જાણે બધું ઠીક છે. મને કોઈ ટેન્શન નહોતું, બસ બાથરૂમની તકલીફ હતી. આ જ સૌથી મોટી મુશ્કેલી હતી. ત્રણ-ચાર વખત હું અંદર ગયો અને બહાર આવ્યો. જો કોઈ તમને અંદર મોકલવા માંગતું હોય, તો તમે ચૂપચાપ ચાલ્યા જાઓ છો. પરંતુ જ્યારે તમને ખબર હોય કે તમે કંઈ ખોટું નથી કર્યું, તો તમે માથું ઊંચું રાખીને જાઓ છો.'

'એલાયન્સ' શો

'એલાયન્સ' એક રિયાલિટી શો છે, જેને કૃણાલ ખેમૂ હોસ્ટ કરી રહ્યો છે. તેમાં ટીવી, ફિલ્મ, સ્પોર્ટ્સ અને ડિજિટલ દુનિયાના સ્ટાર્સ ભાગ લે છે અને મુશ્કેલ ટાસ્ક કરે છે. આ ગેમમાં રહેવા માટે કન્ટેસ્ટન્ટ્સને સતત નવા સબંધો બનાવવા અને તોડવા પડે છે. આ શો આ સમયે પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.