Entertainment

પ્રભાસની ફિલ્મ કલ્કિ ટુનું ૩૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ગયું

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: પ્રભાસની આગામી ફિલ્મ 'કલ્કિ 2'નું 30% શૂટિંગ પૂર્ણ થયું છે. 2024માં 1000 કરોડ કમાણી કરનાર 'કલ્કિ 2898 AD'ની આ સિક્વલમાં આલિયા ભટ્ટ અને સાઈ પલ્લવીના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. નાની અને વિજય દેવરકોન્ડાના કેમિયોની અટકળો વચ્ચે, એક મોટા ફિલ્મસ્ટારને મહત્વના કેમિયો માટે રાજી કરાયા છે. નાગ અશ્વિન નિર્મિત આ ફિલ્મમાં વધુ સ્ટાર્સ જોડાવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રભાસની ફિલ્મ કલ્કિ ટુનું ૩૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ગયું
  • ફિલ્મમાં એક મોટો સ્ટાર મહેમાન ભૂમિકામાં દેખાશે
  • ૨૦૨૪માં સાયફાય કલ્કિ ૨૮૯૮ એડીએ ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી

મુંબઇ :પ્રભાસની આગામી ફિલ્મ 'કલ્કિ ટ'ુનું ૩૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. તેલુગુ સ્ટાર નાની અને વિજય દેવરકોન્ડા આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે તેવી અટકળો બાદ એક મોટા ફિલ્મસ્ટારને ફિલ્મમાં મહત્વનો કેમિયો કરવા રાજી કરી લેવાયો છે.
૨૦૨૪માં આવેલી 'કલ્કિ ૨૮૯૮એડી'ની સિક્વલમાં આલિયા ભટ્ટ અને સાઇ પલ્લવીના નામો પણ ચમક્યા છે. 'કલ્કિ ૨૮૯૮ એડી'માં દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેના સ્થાને સાઇ પલ્લવીને લેવામાં આવી હોવાની પણ અટકળો થઇ રહી છે. 'કલ્કિ ૨૮૯૮ એડી'માં અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દીપિકા જેવી જબરદસ્ત સ્ટારકાસ્ટ હતી. આ સાયફાય ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડની કમાણી કરી હતી. નાગ અશ્વિનની આ ફિલ્મનું નિર્માણ વૈજયંતિ મૂવીઝના બેનર તળે કરવામાં આવી રહ્યંી છે. હવે તેની સિકવલમાં પણ બીજા મોટાં ફિલ્મ સ્ટાર્સ જોડાવાની અટકળો થઇ રહી છે.