સાઉથ-બોલિવૂડના 3 એક્ટરે રહેમાન ડકૈતનો રોલ ઠુકરાવ્યો હતો, પછી અક્ષય ખન્નાએ પાસો પલટ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

3 Actors Rejected Dhurandhar's Rahman Dakait Role: અક્ષય ખન્નાની ગણતરી બોલિવૂડના એ પસંદગીના કલાકારોમાં થાય છે જેઓ પોતાની ખામોશીથી પણ સ્ક્રીન પર આગ લગાવી દે છે. તાજેતરમાં જ ફિલ્મ 'ધુરંધર'માં તેના રહેમાન ડકૈતના રોલે દર્શકોના રૂંવાટા ઊભા કરી દીધા હતા. દરેક લોકો તેની એક્ટિંગ પર ફિદા થઈ ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે જે રોલ માટે અક્ષયની આજે વાહવાહી થઈ રહી છે તેને બોલિવૂડ અને સાઉથના ત્રણ મોટા સ્ટાર્સે ઠુકરાવી દીધો હતો?
પડદા પાછળની આ સ્ટોરી ફિલ્મની સ્ટોરી જેટલી જ રસપ્રદ છે, જ્યાં ત્રણ એક્ટર્સની 'ના' એ અક્ષય ખન્ના માટે ઈતિહાસ રચવાનો માર્ગ મોકળો કરી દીધો.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ ખુલાસો કર્યો કે, ઘણા એક્ટર્સે આ રોલ માટે ઈનકાર કરી દીધો હતો. તેમણે તેનું કારણ એ જણાવ્યું કે, ફિલ્મની કમાન કોઈ બીજા મોટા સ્ટારના હાથમાં છે.
સાઉથ-બોલિવૂડના 3 એક્ટરે રહેમાન ડકૈતનો રોલ ઠુકરાવ્યો હતો
તેમણે આગળ જણાવ્યું કે, એક એક્ટર સાઉથનો હતો અને બીજા બે બોલિવૂડના હતા. તેમણે મને ખૂબ જ વિચિત્ર કારણ આપ્યું. તેમણે કહ્યું કે, 'આ તો એક એનસેમ્બલ કાસ્ટ વાળી ફિલ્મ છે.. આ તો રણવીરની ફિલ્મ છે.' મુકેશ છાબડાએ આ ત્રણેય એક્ટર્સના નામ તો ન જણાવ્યા, પરંતુ તેમણે એ ચોક્કસ કહ્યું કે, તેમને હવે પસ્તાવો થઈ રહ્યો હશે.
24 કલાકમાં અક્ષય ખન્નાએ હા કરી
જ્યારે મોટા-મોટા સ્ટાર આ રોલ માટે ખચકાટ અનુભવતા હતા, ત્યારે મુકેશ છાબરાએ અક્ષય ખન્નાનો સંપર્ક કર્યો. અક્ષયનો અંદાજ હંમેશાથી જ અનોખો રહ્યો છે. તેણે સ્ક્રિપ્ટ સાંભળી અને તેને શાનદાર ગણાવી. જ્યારે અન્ય એક્ટર્સ ફિલ્મના ફૂટેજ અને સ્ક્રીન ટાઈમનો હિસાબ લગાવી રહ્યા હતા, ત્યારે અક્ષયે ફક્ત પોતાના અંતરાત્માનું સાંભળ્યું અને માત્ર એક જ દિવસમાં ફિલ્મ માટે "હા" કહી દીધી. અક્ષય દિલથી નિર્ણયો લે છે, અને તેથી જ તે બીજાના મંતવ્યો કરતાં સ્ટોરીની તાકાત પર વિશ્વાસ કરે છે.
રહેમાન ડકૈતના પાત્રએ ધૂમ મચાવી
અક્ષય ખન્નાનો આ નિર્ણય તેના કરિયર માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. ફિલ્મમાં તેણે ક્રૂર લ્યારી ગેંગના નેતા રહેમાન ડકૈતનો જે ખૂંખાર અંદાજ રજૂ કર્યો, તેણે લોકોના મનમાં ભય પેદા કરી દીધો. આજે ફિલ્મની સફળતામાં રણવીર સિંહની સાથે-સાથે અક્ષય ખન્નાના આ પાત્રને સૌથી મોટો પ્લસ પોઈન્ટ માનવામાં આવે છે. આ ફિલ્મથી એ સાબિત થઈ ગયું કે પાત્ર નાનું કે મોટું નથી હોતું, પરંતુ એક્ટરનું હુનર તેને મહાન બનાવે છે.
આ પણ વાંચો: હોર્મુઝમાં ઈરાનની પકડ નબળી? ભારતનું જહાજ નવા રસ્તેથી સુરક્ષિત પસાર, જાણો શું છે મામલો
ફિલ્મની સ્ટારકાસ્ટ
આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં હતો અને તેની સાથે સારા અર્જુન, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને રાકેશ બેદી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં હતા. બે પાર્ટમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હિન્દી સિનેમાના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. બંને જ પાર્ટે 1000 કરોડથી વધુની કમાણી કરી છે.









