હમ ઉસ દેશ કે વાસી હૈ ઔર 'વાસી' હૈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બખડજંતર-નટખટ નાગર
'મને તો 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ' ફિલ્મનું ગીત બહુ ગમે: હમ ઉસ દેશ કે વાસી હૈ… જીસ દેશ મેં ગંગા બહેતી હૈ…'
'લાભુ, તારી-મારી જેમ ૬૦-૭૦ વર્ષની ઊંમરના દેશવાસી હવે વાસી જ થઈ ગયા કહવાયને? હમ ઉસ દેશ કે વાસી હૈ…'
'અરે ભાઈ વાસી એટલે દેશમાં વસતા વાસી… તમે તો વાસીનો ભળતો જ અર્થ કર્યો.'
'લાભુ, બીજી બધી વાત પછી, તું બપોરે જમવાના ટાઈમે આવ્યો છે ને તો આપણે બંને ડિનર લઈ લઈએ ડિનર…'
'હે ભગવાન… બપોરના ખાણાને લંચ કહેવાય અને રાતના ખાણાને ડિનર કહેવાય એટલીય ખબર નથી?'
'લાભુ, આ ગઈ કાલ રાતનું જ વધેલ ું ખાણું છે, એટલે તો મેં ડિનર કહ્યું ડિનર…'
'હે ભગવાન… તમે મારી જેવાં મહેમાનને વાસી ખવડાવો છો? તાજું ખવડાવતા નથી? '
'લાભુ, ધરતી પર નહીં સ્વર્ગમાં પણ વાસીનો રિવાજ છે, એટલે જ કોઈ ગુજરી જાય ત્યારે આપણે કહીએ છીએ ને કે ફલાણા સ્વર્ગવાસી થયા…'
'એમ તો કેટલાય નેતાઓ પણ વાસી થઈ ગયા છેને?'
'લાભુ, એટલે જ તો આ તાજી તાજી જેન-ઝીની જમાત જોર કરવા માંડી છેને?'
'જેના વિચારો હોય વાસી એની સહુ ઉડાડે હાંસી અને જેની વિચારસરણી હોય તાજી એને સહુ વધાવે થઈ રાજી રાજી.'
'વાહ લાભુ, હવે નવરાત્રિ આવશે ત્યારે માતાજીના ભક્તો જય માતાજી… જય માતાજીનો નાદ ગજાવશે, બરાબરને? જય માતાજી શું કામ કહેવાય છે, ખબર છે? કારણ કે પરાપૂર્વથી પોતાના સંતાનો ઉપર આશીર્વાદ વરસાવતી મા હંમેશા તાજી જ રહે છે એટલે જ કહેવાય છે જય મા-તાજી…'
'વાહ ભાઈ વાહ… અમ ે તો લીંબડીના બાળમંદિરમાં ભણતા ત્યારે વાળ કપાવીને નિશાળમાં જઈએ ત્યારે બાળગોઠિયાઓ તાજી… તાજી… તાજી કહીને માથે ટપલા મારી મારી હેરાન કરતા, યાદ છેને?'
'લાભુ, જેન-ઝીની તાજી જમાતના જુવાનિયાઓને પણ વડીલોએ વચ્ચે વચ્ચે તાજી… તાજી… કહીને ટપલા મારતા રહેવાની જરૂર છે, નહીંતર ફાટીને ધૂમાડે જશે હો?'
'આ કરચોરો અને કાળા બજારિયાઓ જય માતાજીનો નાદ ગજાવીને એમાં શું ઉમેરો કરે છે ખબર છે? જય લક્ષ્મી માતાજી… સ્વિસ બેન્કમાં અમારાં ખાતાંજી…'
'વાહ લાભુ, મુંબઈ અને આખા મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાતાના કમિશનર તુકારામ મુંઢે તો વાસી ખાણા વેંચવાવાળાને તાજી… તાજી કહીને કાયદેસર કેવા ટપલા મારે છે, ખબર છેને?'
'અરે મારા રાજ્જા… જનતાને મિલાવટી અને વાસી ખવડાવીને મુંડે એણે પછી મુંઢેનો માર ખાવો જ પડેને? એટલે કહેવું પડે કે મિલાવટીઓને એફડીએ 'ખાતાજી'… ટપલા મારી મારી કરે માથા રાતાજી… અને મ ુંગે મોઢે માર ખાતાજી…'
'લાભુ, લોકો હવે એકદમ સતર્ક થઈ ગયા છે હો? બજારમાંથી ખાવાની ચીજો ખરીદતા પહેલાં એક્સપાયરી ડેટ વાંચી લેતા હોય છે.'
'મને ઈ નથી સમજાતું કે કોણ ક્યારે એક્સપાયર થવાનું છે એની તારીખ કેમ ખબર પડે?'
'લાભુ, તું સાવ મૂરખ છે, હું ફૂડપેકેટ પર લખેલી એક્સપાયરી ડેટની વ ાત કરૂં છું, માણસની નહીં, માણસની એક્સપાયરી ડેટ માત્ર ભગવાનને જ ખબર હોય છે.'
'હમણાં જ એક ગામમાં દુકાનદારે એક્સપાયરી ડેટ વીતી ગઈ હતી એવી ખાવાની ચીજ ગ્રાહકને આપી. આ ચીજ ખાધા પછી ફૂડ પોઈઝનીંગ થતા ગ્રાહક એક્સપાયર થઈ ગયો હતો. છાપામાં સમાચાર વાંચેલાને?'
'લાભુ, લોકો બહારથી ખાવાની ચીજો ખરીદે ત્યારે એક્સપાયરી ડેટ વાંચીને ખાતરી કરી લેતા હોય છે, મારી ઈલા અને તારી ઈલા જેવાં બૈરાં ઘરવાળાને બે-ત્રણ દિવસનું ખાણું ટેસથી ખવડાવી દેતા હોય છે, એમ કહેવાની કોઈ ધણીની હિંમત નથી ચાલતી, સાચું કે નહીં?'
'જુઓ ધાર્યું ધણીનું થાય અને અણધાર્યું ધણિયાણીનું થાય. બોલીએ તો થાય બબાલ અને પછી બચાય નહીં બાલ બાલ…'
'લાભુ, અમેરિકા અને બીજા દેશોમાં રહેતા મોટાભાગના ભારતવાસી વાસી ખાવા જ ટેવાયેલા હોય છે ખબર છેને?'
'સાવ સાચી વાત છે હો, તેજાબમાં કલમ બોળીને લખતા એક લેખકે અમેરિકાના પ્રવાસનું વર્ણન કરતા લખેલું કે યજમાનને ત્યાં રવિવારે જમવા ગયો. યજમાને કહ્યું આજે તમને નવી જ વાનગી ખવડાવીશું, જેનું નામ છે મસ્ટ-ગો.'
'લાભુ, મસ્ટ ગો એટલે કોઈ અમેરિકન ડીશ છે?'
'સાંભળો તો ખરા? લેખકશ્રીએ પણ આ જ સવાલ કર્યો કે મસ્ટ-ગો વળી કંઈ વાનગી છે? ત્યારે યજમાનના પત્નીએ હસીને જવાબ આપ્યો કે અમે હસબંડ-વાઈફ નોકરીએ જઈએ એટલે રોજેરોજ રાંધવાની ઝાઝી કડાકૂટમાં ન પડીએ થેપલા, ભાખરી, મુઠિયા, ઢોકળા એવું બધું ખાઈ લઈએ અને વધે એ બધું ફ્રીજમાં રાખી દઈએ. એટલે અઠવાડિયાને અંતે આખું ફ્રીજ વધેલી વાનગીઓથી ભરાઈ જાય. એટલે ફ્રીજ ખાલી કરવા માટે એ બધી વધેલી આઈટમો બહાર કાઢી ગ રમ કરીએ, ચીઝ કે પનીર ઉમેરીએ અને આમ તૈયાર થાય અમારી સંડે સ્પેશ્યલ વાનગી એટલે 'મસ્ટ-ગો'. ટૂંકમાં ફ્રીજમાંથી જવી જ જોઈએ એટલે નામ આપ્યું મસ્ટ-ગો.'
'લાભુ,અમેરિકા ભણવા જતા યુવક-યુવતીઓ માટે મુંબઈના કેટલાય ફૂડસ્ટોરવાળા છ-છ મહિના કે એક વર્ષ સુધી બગડે નહીં એવાં થેપલા અને રોટલા હવાચૂસ્ત ડબ્બામાં પેક કરીને આપે છે. બીજું તો ઠીક. મસાલા પાન પણ છ-છ મહિના ટકે એવી રીતે પેક કરીને આપે છે, બોલ!'
'આમાં હું શું બોલું? હું તો જોડકણું જ સંભળાવું :
વિચારો તાજા અને
વાસી ખાણું,
પછી વટથી ગાય
ઘરનું ખાધાનું ગાણું.'
ફન કી બાત
બહારનું ખાણું તાજું
અને ઘરમાં ખાય વાસી,
અજબની તાસીર
છે દેશ-વાસી.




