Editorial

રાણીપમાં રહેતી સગીરાનો વાંધાજનક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યો

By GS TEAM
14 Mar 20263 mins read
રાણીપમાં રહેતી સગીરાનો વાંધાજનક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યો

અમદાવાદ, શનિવાર

શહેરના રાણીપમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર કલોલમાં રહેતી  સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ સાથે મિત્રતા થઇ હતી. કલોલમાં રહેતી સગીરાએ  તેને ૩૧મી ડિસમ્બરની પાર્ટી માટે આબુ લઇ જઇને તેેને કેફી દ્રવ્ય પીવડાવીને બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચરીને તેનો વિડીયો બનાવ્યા બાદ ત્રણ મહિના બાદ સોશિયલ મિડીયામાં વાયરલ કર્યાની ફરિયાદ રાણીપ  પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.જ્યારે આરોપી સગીરાની અટકાયત કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

રાણીપમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા આશા (નામ બદલેલ છે)એ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  આશરે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પરથી તેનો સંપર્કમાં કલોલમાં રહેતી ૧૪ વર્ષની કવીતા (નામ બદલેલ છે) સાથે થયો હતો. જે નિયમિત રીતે વાતચીત કરતા હતા. ગત ૩૦મી ડિસેમ્બરના રોજ કવીતાએ આશાને જણાવ્યું હતું કે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે મિત્રો સાથે માઉન્ટ આબુ જવાનંિ છે અને તારી ટિકિટ પણ બુક કરી છે. જેથી તે દિવસે જ  આશા કલોલ પહોંચી હતી. જ્યાંથી ૩૧મી તારીખે સવારે ટ્રેનમાં માઉન્ટ આબુ પહોંચ્યા હતા અને બુક કરાવેલી હોટલમાં રોકાયા હતા.

બપોરના સમયે કવિતા અને તેની સાથે આવેલો તેનો મિત્ર દિવ્યેશ પારેખ અને આશા એક રૂમમાં પાર્ટી કરવા માટે બેઠા હતા.ત્યારે કોલ્ડડ્રીક્સ પીતા પીતા આશા બેભાન થઇ ગઇ હતી અને જાગી ત્યારે તેના કપડા અસ્તવ્યસ્ત હતા. જેથી પુછતા કવિતાએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.  પરંતુ, તેેને શંકા જેવુ જણાતા તે દિવસે ત્યાંથી એકલી અમદાવાદ પરત આવી ગઇ હતી. ત્યારબાદ તેણે કવિતા સાથે સંપર્ક કાપી નાખ્યો હતો.  બીજી તરફ ત્રણ દિવસ પહેલા અંજલી નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી આશાને કોલ આવ્યો હતો કે તારો એક ન્યુડ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગુ્રપમાં વાયરલ થયો છે. ત્યારબાદ તે વિડીયો મોકલી આપ્યો હતો. જે વિડીયો માઉન્ટ આબુની હોટલનો હતો. આશા બેહોશ હતી ત્યારે દિવ્યેશ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો અને  કવિતા તેને સાથ આપતી હતી. આ અંગે આશાએ તેના માતા પિતાને જાણ કરતા તાત્કાલિક રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કે વાય વ્યાસને જાણ કરતા  સમગ્ર મામલે  કવિતા અને દિવ્યેશ પારેખ વિરૂદ્ધ  ગેંગરેપ, આઇટી એક્ટ સહિતના કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ કેસની તપાસ કરનાર એસસીએસટી સેલના ડીવાયએસપી રોશની સોલંકીએ જણાવ્યું કે આ કેસમાં કલોલમાં રહેતા દિવ્યેશ પારેખની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૧૪ વર્ષની સગીરાને નજરકેદ કરવામાં આવી છે. માઉન્ટ આબુમાં સગીરાએ વિડીયો તેના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યો હતો અને તેના મિત્ર દિવ્યેશને મોકલી આપ્યો હતો. આ વિડીયો કોણે વાયરલ કર્યો છે? અંજલી નામનું આઇડી કોનું છે? તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. હાલ બંનેને મોબાઇલ ફોન ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા છે.  આ કૌભાંડમાં અન્ય કોઇની સંડોવણીની શક્યતાને આધારે તપાસ થઇ રહી છે.

ન્યુડ વિડીયોના લાખો રૂપિયા આપતી અનેક ગેંગ સક્રિય

વિવિધ સોશિયલ સાઇટ ેતેમજ પોર્ન વેબસાઇટ પર ન્યુડ વિડીયોની ડિમાન્ડ રહેતી હોવાથી સોશિયલ મિડીયા પરથી સગીર કે અન્ય જરૂરિયાતમંદ યુવક યુવતીઓને વિશ્વાસમાં લઇને તેમની મદદથી વિડીયો તૈયાર કરાવીને નાણાં આપતી ગેંગ સક્રિય છે. જેથી પોલીસને આશંકા છે કે સગીરાના ન્યૂડ વિડીયોના કેસમાં મોટુ રેકેટ પણ હોય શકે છે. જેથી મુખ્ય આરોપી દિવ્યેશ પારેખ અને તેની સગીરા મિત્રની  તપાસ કરવામાં આવશે.