Editorial

સીમાંકન બીલ માટે ફરીથી સંસદનું સત્ર મળી શકે છે

By GS Team
30 Aug 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયા બાદ પણ સત્ર સમાપ્ત ન થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ કહ્યું કે ટેક્નીકલી સત્ર પૂરું થયું નથી અને સરકાર ઈચ્છે ત્યારે ફરી બેઠક બોલાવી શકે છે. આનાથી સિમાંકન બિલ પસાર કરવાની શક્યતાઓ અંગે અટકળો તેજ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બીલ માટે ફરીથી સંસદનું સત્ર મળી શકે છે

નવીદિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર સ્થગીત થઈ ગયા પછી ઘણા દિવસો સુધી સત્ર પુરુ થયાનું ઔપચારીક રીતે જાહેર નહી થતા રાજકીય વર્તુળોમાં જાતભાતની વાત થઈ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું કેન્દ્ર સરકાર સિમાંકન બીલને પાસ કરવા માટે સંસદની બેઠક ફરીથી બોલાવવાની તૈયારી કરી રહી છે? બીજો સવાલ એ છે કે શું એનડીએ પાસે બીલ પાસ કરાવવા જરૂરી બેતૃતિયાંસ બહુમતી છે ખરી? આ સવાલો વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુના એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે ટેક્નીકલી હજુ સંસદનું સત્ર પુરુ નથી થયું અને સરકાર જ્યારે ઇચ્છે ત્યારે ફરીથી બેઠક બોલાવી શકે છે. રીજીજુએ કહ્યું હતું કે, 'ફરીથી સંસદનુ સત્ર બોલાવવું કે નહીં એ સરકાર પર નિર્ભર કરે છે. જો સરકાર ઇચ્છે તો ફરીથી સત્ર બોલાવવામાં આવશે.'
પ્રશાંત કિશોર 'સિંડ્રોમ'નો રાજકીય પક્ષો પર ઇમ્પેક્ટ
બિહારમાં બાંકીપુર વિધાનસભા ઉપચૂંટણીના પરિણામો પછી રાજ્યના તમામ પક્ષો પ્રશાંત સિંડ્રોમથી પીડાઈ રહ્યા છે. ફક્ત ભાજપ કે આરજેડી નહીં, પરંતુ તમામ પક્ષો માટે પણ જોખમની ઘંટડી છે કે જેઓ ચૂંટણી જૂની ઢબે લડી રહ્યા છે. આ અસર ત્યારે જોવા મળી કે જ્યારે જનસુરાજ પક્ષના પ્રમુખ પ્રશાંત કિશોરએ એમએલસી ચૂંટણી લડવાની જાહેરાત કરી. આવનારા ૪-૫ દિવસોમાં એમએલસીના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. બિહારમાં ૮ બેઠકો પર એમએલસીની ચૂંટણી થઈ રહી છે. કિશોરની આ જાહેરાત પછી બીજા રાજકીય પક્ષો ચિંતીત થઈ ગયા છે. કારણ એ છે કે, બાંકીપુર વિધાનસભા ઉપચૂંટણીમાં શક્તિશાળી ગણાતા ભાજપનો ગઢ ઢેર થઈ ગયો હતો. ભાજપને વધુ આઘાત એ વાતનો લાગ્યો છે કે, ભાજપના ૩૦ હજારથી વધુ મતો ઓછા થઈ ગયા હતા. પ્રશાંત કિશોરે ઉઠાવેલા મુદ્દાઓ લોકોને સ્પર્શી ગયા છે.
જંગલ ખાતાને જગાડવા પૌડીના વિદ્યાર્થીઓ ઢોલ લઈને પહોંચ્યા
જ્યારે કાગળો પર થતી ફરિયાદો સરકારી ફાઈલોમાં દબાઈને ભૂલી જવાતી હોય છે ત્યારે સિસ્ટમને જગાડવા માટે ઢોલ - નગારાનો સહારો લેવો પડતો હોય છે. પૌડી ગઢવાલથી અધિકારીઓની નફ્ફટાઈનો એક કિસ્સો બહાર આવ્યો છે. અહીં બીઆર મોર્ડન સ્કૂલના વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓ હાથમાં ઢોલ, ડ્રમ અને બેન્ડ લઈને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. બાળકોની માંગણી ફક્ત એટલી જ છે કે, રસ્તા પર પડીને મોતનું કારણ બનનાર જોખમી વૃક્ષોને તરત દૂર કરવામાં આવે. સ્કૂલ રૂટ પર જર્જરીત થયેલા મોટા વૃક્ષો ઘણા સમયથી જોખમી બની રહ્યા છે. સ્કૂલના સંચાલકો છેલ્લા એક વર્ષથી ફોરેસ્ટ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા હતા. મુખ્યમંત્રીથી માંડીને જિલ્લા અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ દાદ આપતું નહોતું છેવટે જેન આલ્ફાએ રસ્તા પર આવવું પડયું.
અમૃતપાલના પક્ષને સુખબીર બાદલએ 'વાયરસ' કેમ કહ્યો
શીરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલએ ખડુર સાહિબ લોકસભા બેઠકના સાંસદ અમૃતપાલ સિંહ અને એમના પક્ષની આકરી ટીકા કરી છે. સુખબીર બાદલનું કહેવું છે કે પંજાબને ફક્ત એમનો પક્ષ જ બચાવી શકે છે. જોકે કોઈ ભેદી કારણસર એમણે ભાજપની ટીકા નહોતી કરી. તેઓ 'પંજાબ બચાવો રેલી' સમક્ષ સંબોધન કરી રહ્યા હતા. એમના કહેવા પ્રમાણે વિરોધી શક્તિઓ બે દસકાથી શીરોમણી અકાલી દળ અને બાદલ પરિવારને નબળા કરવા કાવતરા કરે છે. આ લોકોનો ઉદ્દેશ પંજાબ પર કંટ્રોલ કરીને ગુરુદ્વારોમાંથી મળતું દાન લૂંટવાનો છે. અમૃતપાલ ખાલિસ્તાનના સમર્થક છે અને એમનો પક્ષ અકાલી દળ (વારીસ પંજાબ દે) માટે બાદલ હંમેશા 'વાયરસ' શબ્દ વાપરે છે.
સંભલમાં સિંઘમ બનનાર કેકે બિશ્નોઇ કોણ છે
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે હમણા આઇપીએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરી છે. સૌથી વધુ ચર્ચા સંભલના એસપી રહી ચૂકેલા કૃષ્ણ કુમાર બિશ્નોઇની થઈ રહી છે. કડકાઇથી ગુનેગારોના નાકે દમ લાવી દેનાર ૨૦૧૮ બેચના આઇપીએસ અધિકારી કેકે બિશ્નોઇ હવે બીજનોર જિલ્લાના નવા એસપી બન્યા છે. તેઓ જ્યારે સંભલના એસપી હતા ત્યારે સ્થાનીક લોકો એમને 'સિંઘમ' તરીકે ઓળખતા હતા. બિશ્નોઇનો જન્મ ૧૯૯૪માં રાજસ્થાનના બાડમેરથી અલગ થયેલા બાલોતરા જિલ્લામાં થયો હતો. આ વિસ્તાર ભારત - પાકિસ્તાન સરહદ પર આવ્યો છે. એમના માતા-પિતા ખેડૂત છે. ગરીબાઈ છતાં ધગસને કારણે તેઓ પરીક્ષામાં ટોપર રહ્યા છે. એમના બાકીના ૬ ભાઈ બહેન પણ સરકારી નોકરીઓમાં ઊચ્ચ હોદ્દા પર છે.
નેશનલ લો સ્કૂલએ દિક્ષાંત કાર્યક્રમ કેમ રદ કર્યો
બેંગ્લુરુની નેશનલ લા સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી (એનએલએસઆઇયુ)એ ૨૨મી સપ્ટેમ્બરે થનારો ૩૪મો દિક્ષાંત કાર્યક્રમ રદ કરી દીધો છે. કાર્યક્રમમાં ચીફ જસ્ટીસ સૂર્યકાંત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા હાજર રહેવાના હોવાથી વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો હતો. હવે યુનિવર્સિટીએ 'અનિવાર્ય કારણો' હેઠળ કાર્યક્રમ રદ કર્યો છે. ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને પણ જાણકારી આપી દેવામાં આવી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે તમામ કોશિષો પછી પણ કાર્યક્રમ શક્ય થઈ શકતે નહીં. કાર્યક્રમ રદ થયો હોવા છતાં વિદ્યાર્થીઓને ડીગ્રી મેળવવામાં કોઈ અડચણ આવશે નહીં. વિદ્યાર્થીઓની હાજરી વગર પણ દરેક વિદ્યાર્થીને એની ડીગ્રી પહોંચાડવામાં આવશે. દેશ આખામાં સીજેઆઇ જે કાર્યક્રમમાં જવાના હોય એનો વિરોધ થતા હવે સીજેઆઇએ પણ કોઈ કાર્યક્રમનું આમંત્રણ નહીં સ્વિકારવાનું નક્કી કર્યું છે.
કાર્નીની જેમ ભારત ટ્રમ્પને શા માટે જવાબ આપી શકતો નથી
કેનેડાના વડાપ્રધાન માર્ક ાકર્ની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરીને કદી તાબે થતા નથી. તેઓ ટ્રમ્પનો ખુલ્લે આમ વિરોધ કરે છે અને એમને વળતા જવાબો પણ આપે છે. કાર્નીની નીતિ કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો કરતા બીલકુલ અલગ છે. કાર્નીએ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ હથિયાર વિરુદ્ધ હંમેશા સ્ટેન્ડ લીધું છે. કેનેડાની અર્થવ્યવસ્થા પડોશી અમેરિકા સાથે જોડાયેલી હોવા છતા કાર્ની અમેરિકાથી દબાતા નથી. કેનેડા બીજા દેશો સાથે વ્યાપારી સંબંધ રાખી શકે કે નહીં એ અમેરિકા કંઈ રીતે નક્કી કરી શકે એવું કાર્નીનું માનવું છે. બીજી તરફ ભારતની વિદેશનીતિ કંઈક અલગ જ છે. અમેરિકા ભારત પર જાતભાતના પ્રતિબંધો નાખે છે ત્યારે ભારતના સત્તાધિશો ડરીને ચૂપ રહે છે.