Editorial

લાફ્ટર કોર્નર

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
હાઇવે પર એક કારમાંથી નાનો છોકરો ‘હેલ્પ… હેલ્પ’ની બૂમો પાડતો હતો. એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી. પોલીસે 2-3 કિલોમીટર દૂર કારને આંતરી. બાળકે જણાવ્યું કે તેની મમ્મી મોટા અવાજે ગીતો ગાઈ રહી હતી. બીજી ઘટનામાં, જોસેફે સાસુમાને મોંઘા કબ્રસ્તાનમાં જગ્યા બુક કરાવી આપી હતી. બીજા વર્ષે ગિફ્ટ ન આપતા, તેણે કહ્યું કે જૂની ગિફ્ટ હજુ વપરાઈ નથી!

Summarized by AI; it may make mistakes. Check important info

લાફ્ટર કોર્નર

એક વાર હું હાઇવે પર મારી કારમાં જઈ રહ્યો હતો. બાજુની લેનમાં એક કાર પસાર થઈ રહી હતી. એની બારી ખોલીને નાનો ટાબરિયો બૂમો પાડી રહ્યો હતોઃ 'હેલ્પ… હેલ્પ… હેલ્પ…'
હું ચોક્યો. મેં તરત મારે સાથે મુસાફરી રહેલા મારા દોસ્તારને કહ્યું કે તું તરત પોલીસને જાણ કર. બે-ત્રણ કિલોમીટર પછી ટાબરિયાવાળી કારને હાઇવે પર આંતરવામાં આવી. અમે પર ગાડી થોભાવી. મારા દોસ્તારે પોલીસને કહ્યુંઃ 'સાહેબ, આ જ છોકરો છે, જે મદદની બૂમો પાડી રહ્યો હતો.'
પોલીસે છોકરાને પૂછ્યુંઃ 'અલ્યા, કેમ હેલ્પ-હેલ્પ કરતો હતો? શું થયું?'
છોકરાએ કહ્યુંઃ 'સર, મારી મમ્મી ગાડી ચલાવતાં ચલાવતાં મોટા અવાજે રાગડા તાણી રહી હતી…'


જોસેફનાં સાસુમાનો બથર્ડ આવતો હતો. જોસેફે કહ્યુંઃ 'સાસુજી, હું તમને એક બહુ જ મોંઘી ગિફ્ટ આપવાનો છું.'
'શું?'
'મેં શહેરના સૌથી મોંઘા કબ્રસ્તાનમાં તમારા માટે જગ્યા બુક કરાવી છે. તમારી કબર આ ક્રીમ એરિયામાં આવેલા કબ્રસ્તાનમાં જ દફનાવવામાં આવશે.'
સાસુમા રાજી થયાં. બીજા વર્ષે ફરી એમનો બર્થડે આવ્યો. આ વખતે જોસેફજમાઈએ કોઈ ગિફ્ટ ન આપી. સાસુમાએ છણકો કર્યોઃ 'તમે તો સાવ લોભિયા છો. મારા માટે આ વખતે નાની અમથી ગિફ્ટ પણ નહીં?'
જોસેફ તાડુક્યોઃ 'મેં તમને ગયા વર્ષે મોંઘીદાટ ભેટ આપી હતી એ પણ તમે ક્યાં હજુ સુધી વાપરી છે?'