Editorial

પ્રવાસમાં સેલ્ફ ડ્રાઇવ કારનો ક્રેઝ લોકો મનફાવે ત્યાં ફરવા માંગે છે

By GS Team
20 Aug 20253 mins read
This article was originally published on 20 Aug 2025
પ્રવાસમાં સેલ્ફ ડ્રાઇવ કારનો ક્રેઝ લોકો મનફાવે ત્યાં ફરવા માંગે છે

- મોટી કાર ભાડે લેવાનું પસંદ કરાય છે

- પ્રસંગપટ

- લોકો પાસે સમય નથી એટલે  ટૂંકા ગાળાની મુસાફરીનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે

ગુજરાતના પ્રવાસીઓ ગોવા જાય છે ત્યારે સેલ્ફ ડ્રાઇવ કાર લઇને રસ્તાઓ ખૂંદતા હોય એમ બધે જ ફરવા જાય છે.  તેના કારણે તેમને સ્વતંત્રતા મળે છે અને નવું જોવા મળે છે. જેને સેલ્ફ ડ્રાઇવ બિઝનેસ કહે છે. ટૂંકી યાત્રાઓમાં  યુવા પ્રવાસીઓ ભારતના સેલ્ફ-ડ્રાઇવ કાર ભાડા બજારને ઝડપથી આગળ ધપાવી રહ્યા છે.  એક અહેવાલ અનુસાર  નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બુકિંગ ડેટાના આધારે, મુસાફરીના દાખલામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ડેટા અનુસાર, ૭૧ ટકા ટ્રિપ્સ બે દિવસથી ઓછી હતી, જ્યારે એક વર્ષ પહેલા આ આંકડો ૬૬ ટકા હતો. તેવી જ રીતે, એક અઠવાડિયા કરતાં વધુ લાંબી ટ્રિપ્સમાં ૨૮ ટકાનો વધારો થયો છે. આનું એક મુખ્ય કારણ એ છે કે દૂરથી કામ કરવાની સુવિધાને કારણે, લોકો લાંબા સમય સુધી પ્રવાસમાં રહી શકે છે અને કામ સાથે પ્રવાસ પણ કરી શકે છે. હવેતો લગભગ પ્રવાસના દરેક સ્થળે સેલ્ફ ડ્રાઇવની સવલતો આપતી કંપનીઓ જોવા મળે છે. જેના પર ઓનલાઇન બુકીંગ થઇ શકે છે.ગોવામાં સ્વિફ્ટથી માંડીને થાર સુધીની ગાડીઓ સેલ્ફ ડ્રાઇવ માટે મળે છે. જેનું કલાકનું ભાડું ૧૦૦૦ રૂપિયાથી શરુ થાય છે

ભાડાની કારનો ઉપયોગ કરનારાઓની ઉંમર પણ બદલાઈ રહી છે. ૨૬-૨૭ વર્ષની વય જૂથના પ્રવાસીઓ, જેને જનરેશન ઢ અથવા ય્ીહલૈ કહેવામાં આવે છે, તેમણે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૩૧ ટકા બુકિંગ કર્યું હતું, જ્યારે એક વર્ષ પહેલા આ આંકડો ૨૨ ટકા હતો. તે મુખ્યત્વે એકલા મુસાફરી કરવાથી, ઓછા વ્યસ્ત દિવસોમાં મુસાફરી કરવાથી અને ઓછા લોકપ્રિય સ્થળોએ મુસાફરી કરવાથી વેગ મેળવી રહ્યું છે. વાહનોની દ્રષ્ટિએ પસંદગીઓ પણ ઝડપથી બદલાઈ રહી છે. કુલ બુકિંગમાં જીેંફનો હિસ્સો ૩૦% થી વધીને ૩૬% થયો છે, જ્યારે સામાન્ય ગાડી ભાડે લેવાનો  હિસ્સો ૫૭% થી ઘટીને ૫૧% થયો છે. તેવી જ રીતે, ૬ અને ૭ સીટર મોડેલની માંગ પણ ૧૬% થી વધીને ૧૮% થઈ છે. આ દર્શાવે છે કે આજની યુવા પેઢી મોટી કારમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

કાર ભાડામાં આ વધારો ફક્ત મહાનગરો પૂરતો મર્યાદિત નથી. બુકિંગની દ્રષ્ટિએ, મધ્યમ શહેરોમાં ૩૦% અને નાના શહેરોમાં ૧૪% નો વધારો નોંધાયો છે. જયપુર, ઇન્દોર, સિલિગુડી અને મદુરાઈ જેવા શહેરો માટે બુકિંગમાં ભારે વધારો નોંધાયો છે. હોળી, પ્રજાસત્તાક દિવસ અને ગાંધી જયંતિ જેવા પ્રસંગોએ સપ્તાહના અંતે બુકિંગમાં ૧૨૫% નો વધારો થયો છે. આ દર્શાવે છે કે લોકો પાસે સમય નથી એટલે  ટૂંકા ગાળાની મુસાફરીનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે. એટલેકે સવારે નીકળીને સાંજે પરત ફરવું.આ પ્લેટફોર્મનો ડેટા દર્શાવે છે કે હોમ ડિલિવરી ભાડા ઝડપથી અપનાવવામાં આવી રહ્યા છે. આમાં, ગ્રાહક ભાડા પર કાર બુક કરે છે અને કાર તેના સરનામે પહોંચાડવામાં આવે છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ શ્રેણીમાં ૨૦૨૫ના પ્રથમ ૫ મહિનામાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. રોકાણકારોની  ભાગીદારી એટલે કે જેઓ પ્લેટફોર્મ પર પોતાની કાર ભાડે આપે છે તેમની ભાગીદારી પણ વધી છે. મે ૨૦૨૫ સુધીમાં, સક્રિય રોકાણકારોની કુલ ૬૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમાંથી, શ્રેષ્ઠ કમાણી કરનારાઓએ વાર્ષિક પ્રતિ કાર ૭ લાખ રૂપિયા સુધીની કમાણી કરી હતી. લગભગ અડધા સક્રિય રોકાણકારોનું રેટિંગ ૪.૫ સ્ટાર કે તેથી વધુ હતું. ઉપરાંત, ૨૦૨૫ માં, ૮૦ ટકા ટ્રિપ્સને ૪ સ્ટાર કે તેથી વધુ રેટિંગ મળ્યું હતું, જ્યારે ૨૦૨૩ માં આ આંકડો ૭૬ ટકા હતો.