દમણના કચીગામમાં યુવાન 989 ગ્રામ ગાંજા સાથે પકડાયો : પોલીસે નેટવર્ક પકડવા તપાસ આદરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman News : દમણના કચીગામ ગામની સીમમાંથી પોલીસે એક યુવાનને 989 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે જથ્થો કોની પાસે અને કોન આપવાનો હતો તે અંગે સધન તપાસ આદરી છે.
દમણના કચીગામ પોલીસની ટીમે ગઇકાલે શુક્રવારે પેટ્રોલિંગ દરમિયાન કચીગામના ડુંગરી ફળિયામાં રોડ પરથી જતા એક યુવાનને શંકાના આધારે અટકાવ્યો હતો. યુવાનની પુછપરછ કરી તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા સફેદ કલરનો પાવડર ભરેલી કોથળી મળી આવી હતી. પોલીસે એફ.એસ.એલ.ની મદદથી પરિક્ષણ કરતા જથ્થો ગાંજો હોવાનું તારણ બહાર આવ્યું હતું.
પોલીસે 989 ગ્રામ જથ્થો જપ્ત કરી આરોપી રવિકુમાર સાલિકરામ પટેલ (ઉ.વ.25, રહે. સંજયભાઇની ચાલ, કચીગામ, દમણ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ માહિતિ મેળવવાના આધાર પર રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી જથ્થો ક્યાંથી અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે સઘન પુછપરછ આદરી છે.









